Friday, December 3, 2021
Homeસુરત : કોરોના કહેર વધતા કેન્દ્ર સરકાર એક્શનમાં, કેન્દ્રની આરોગ્ય ટીમના સુરતમાં...
Array

સુરત : કોરોના કહેર વધતા કેન્દ્ર સરકાર એક્શનમાં, કેન્દ્રની આરોગ્ય ટીમના સુરતમાં ધામા

ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા કેન્દ્રીય આરોગ્ય ટીમના આજે ગુજરાતમાં ધામા છે. નીતિ આયોગ, વરિષ્ઠ તજજ્ઞોની ટીમ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે અને કોરોના મુદ્દે સમગ્ર માહિતી મેળવશે. એટલું જ નહીં, કોરોનાનું એપીસેન્ટર સુરત અને અમદાવાદમાં કોરોના મુદ્દે ટીમ દ્વારા સમીક્ષા પણ કરાશે. સુરતમાં ફિલ્ડ વિઝિટ બાદ અમદાવાદમાં સમીક્ષા કરાશે. અમદાવાદના કન્ટેઈન્મેન્ટ ઝોનની દિલ્હીથી આવેલી ટીમ મુલાકાત લેશે. છેલ્લે કેન્દ્રીય ટીમ AMCના અધિકારીઓ સાથે બેઠક કરશે. સાંજે કેન્દ્રીય ટીમની CM રૂપાણી સાથે બેઠક પણ છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 265 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 217 અને સુરત જિલ્લામાં 48 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 8907 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 191 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 5729 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 5 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં 237 દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં હાલ 2941 એક્ટિવ કેસ છે.

સુરતમાં આ તજજ્ઞ ટીમ સુરત જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ કોવિડ-19 અંતર્ગત સુરતમાં વિશેષ ફરજ પર મૂકાયેલા વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. કેન્દ્રીય ટીમના સભ્યો શુક્રવારે સવારે સુરતમાં ફિલ્ડ વિઝીટ કરશે અને બપોરે અમદાવાદ આવશે તેમજ અમદાવાદ શહેરના કન્ટેનમેન્ટ વિસ્તારોની મૂલાકાત લીધા પછી અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક યોજશે.આ ટીમના સભ્યો શુક્રવારે સાંજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે મૂલાકાત બેઠક યોજશે. કેન્દ્રીય ટીમના આ વરિષ્ઠ સભ્યો શનિવાર તા.18 જુલાઇએ સવારે અમદાવાદથી પરત જશે.રાજ્યમાં કોરોના સંદર્ભની કામગીરી પર દેખરેખ માટે ખાસ નિમાયેલા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમાર તેમજ આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ આ ટીમ સાથે રહેવાના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments