Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

 

દહેગામ તાલુકાના ખેડૂતોના જીવ પડીકે બંધાયા.
રાત્રિના સમયે દરરોજ વરસાદ અને વાવાઝોડા સાથે વરસાદની તોફાની બેટિંગ.
ખેડૂતોના તૈયાર થયેલા ડાંગરના પાકો ધરાશાયી.
જગતના તાતની ચિંતામાં ભારે વધારો.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ખેડૂતોની રજુઆતો થવા પામી છે કે આ વર્ષે કદાચ વરસાદ ઓછો આવશે અને ખેતીમાં મબલક પાક ઉતરશે તેવી ખેડુતોની આશા ઠગારી નીકળી છે. કારણકે આ વર્ષે ચોમાસુ ક્યારે બંધ થશે તેવી લોકોમાં ચિંતા છવાઈ રહેશે કારણકે ખેતી પાછળ ખેડૂતો અઢળક ખર્ચાઓ કરીને ખેતીનું વાવેતર કરેલ છે. ત્યારે આ વર્ષે વરસાદે ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે. વરસાદ બંધ થવાનું નામ લેતો નથી. હવે ડાંગરના પાકમાં લોડિયા આવવાના ચાલુ થઇ જતાં બે દિવસથી રાત્રિના સમયે ગાજવીજ અને વાવાઝોડા સાથે તોફાની વરસાદ તૂટી પડતાં ખેડૂતોના તૈયાર થયેલા ડાંગરના પાકો ધરાશાયી થયેલા દેખાઈ રહ્યા છે.

બાઈટ : સ્થાનિક ખેડૂત.

 

કેટલાક ખેતરોમાં ખેડૂત મગફળી વાવી છે તેમાં પાણી ભરાઇ જતાં ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો થવા પામ્યો છે. હવે ડાંગરના છોડવાઓ જમીન સાથે ધરાશાયી થઇ જતાં ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી છે. કારણકે હવે વરસાદ ક્યારે બંધ થશે તેની ચિંતા સેવાઈ રહી છે એક બાજુ મગફળી પાકો બીજી બાજુ ડાંગર શાકભાજી તમામ પાકોમાં વરસાદે બગાડી નાખતા જગતના તાતના જીવ પડીકે બંધાવા લાગ્યા છે. તો દહેગામ તાલુકાના ખેડૂતોની રજૂઆત થવા પામી છે કે કુદરતી આફત સામે લાચાર છીએ તો સરકાર આ બાબતે અમોને નુકશાની વળતર ચુકવે નહિતર આ વર્ષ પણ અમારા માટે ખરાબ જાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments