દિલ્હીમાં બાળકી સાથે હેવાનિયત આચરી લોહીલુહાણ કરાઈ

0
0

નવી દિલ્હી,તા. 6
દિલ્હીમાં એક 13 વર્ષની માસુમ બાળકી સાથે નિર્ભયા જેવી પશુતા આચરવાનો સનસનીખેજ બનાવ બહાર આવ્યો છે. લોહીથી લથબથ મળી આવેલી બાળકીના પ્રાઈવેટ પાર્ટ પર ગંભીર નિશાન જોવા મળ્યા છે. હાલ આ બાળાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.

આ અંગેની વિગત એવી છે કે પશ્ચિમ વિહાર વેસ્ટના પીરાગઢી વિસ્તારમાં એક 13 વર્ષની માસુમ બાળકી સાથે હેવાનિયતનો કિસ્સો બહાર આવ્યો છે. બાળકી ઘેર એકલી હતી ત્યારે તેની સાથે દુર્વ્યવહાર થયો હતો. જેનો વિરોધ કરતા કાતરથી બાળકીનું માથુ, શરીર પર હુમલો કરાયો હતો. તેની હાલત નિર્ભયા જેવી કરાઈ હોવાની પણ શંકા છે.

લોહીથી લથબથ બાળકીને મરેલી સમજી આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ઘણા સમય બેભાન રહેલી બાળા ઘસડાઈને જેમ તેમ કરીને રુમની બહાર આવી હતી. અને પાડોશીનો દરવાજો ખખડાવીને ફરી બેહોશ થઇ ગઇ હતી. બાળકીના પ્રાઈવેટ પાર્ટમાંથી પણ લોહી વહી રહ્યું હતું. બાળકીની હાલત જોઇને પાડોશીએ પોલીસને જાણ કરી અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી. તુરંત બાળકીને હોસ્પિટલે દાખલ કરાઈ હતી. બાળકીએ જે બયાન આપેલું તેમાં બે યુવકો ઘટનામાં સામેલ હતાં. પોલીસે આરોપીઓને શોધવા દરોડા પાડ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here