વરસાદ : ધરમપુરમાં 3, નવસારીમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો

0
13

વલસાડ મા સોમવાર રાત્રિથી લઇ મંગળવારે દિવસ દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં 3 ઇંચ ભારે વરસાદ ખાબકતા ફરીથી ગ્રામ્ય પંથકના લોકોને મેઘરાજા ફરીથી રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાના એંધાણ દેખાયા હતા. આ સાથે જિલ્લાના કપરાડા તાલુકામાં પણ સવા 1 ઇંચ વરસાદ પડ્યો હતો.જ્યારે વલસાડ,પારડી તાલુકામાં પણ વરસાદ નોંધાયો હતો. જ્યારે નવસારીમાં મોડીરાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે 2 કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. નવસારીના કેટલાક વિસ્તારમાં વીજ ડુલ થઈ ગઈ હતી. નવસારી ઉપરાંત નજીકના વિજલપોર સહિતના જલાલપોર તાલુકામાં પણ મોડીરાત્રે કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. અહીં રાત્રે 2 થી 6 દરમિયાન 2.3 ઈંચ વરસાદ નોંધાયો હતો. આજ સમયગાળા દરમિયાન ગણદેવી તાલુકામાં 38 મિમી વરસાદ પડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here