ધારીમાં સેલજા નામની સિંહણે તેના બચ્ચાને વ્હાલથી માથા પર પંજો મૂકી જાણે આયુષ્યમાન ભવ:ના આર્શીવાદ આપતી હોય તેમ કેમેરામાં કેદ

0
0

મા એ મા…. માનવી હોય કે વન્યપ્રાણી. માતૃત્વની વ્યાખ્યા બધે જ એકસરખી લાગુ પડે. માતાની હૂંફ હોય પછી બાળકોને ભલા શી ફિકર. અમરેલી જિલ્લાનાં ધારીના આંબરડી સફારી પાર્કમાં એક સિંહણ તેના બચ્ચાનાં માથા પર હાથ ફેરવીને જાણે વહાલ કરતી હોય તેવું કેમેરામાં કેદ થયું હતું. માતા જાણે તેના બાળકને માથા પર હાથ મૂકીને જાણે આયુષ્માન ભવ:ના આશીર્વાદ આપતી હોય તેવું આંબરડી સફારી પાર્કમાં જોવા મળ્યું હતું.

સિંહની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ…
ધારીના આંબરડી સફારી પાર્કમાં સેલજા નામની સિંહ પોતાના સિંહબાળને માથા પર હાથ મૂકીને આયુષ્માન ભવ:ના આશીર્વાદ આપતી કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટનાની તસવીર અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહી છે. મહત્વનું છે કે ઘણી વખત સિંહબાળ એક-બીજા સાથે અથવા તો તેની માતા સાથે મસ્તી કરતા કેમેરામાં કેદ થતાં હોય છે.

છેલ્લા 5 વર્ષમાં 150થી વધુ સિંહનો વધારો થયો…
એશિયાટિક સિંહો માત્ર ગુજરાતમાં રહ્યા છે અને તેમાંય ગીર જંગલ. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, ભાવનગર સહિતના જિલ્લામાં સિંહોનો વસવાટ છે. 2015માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યારે સિંહની સંખ્યા 523 થઇ હતી. 2020માં સિંહોની સંખ્યામાં વધારો થયો છે અને સંખ્યા 675થી વધુ થઇ છે. આથી પાંચ વર્ષમાં 150થી વધુ સિંહનો વધારો થયો છે. પહેલા માત્ર સૌરાષ્ટ્રમાં સિંહ ધ્રાંગધ્રા, જસદણ, ચોટીલા, બરડાની ટેકરીમાં ગીર અને ગિરનારમાં જ જોવા મળતા હતા. જે 19મી સદીની શરૂઆતમાં ખેતી પ્રધાન પ્રદેશો વધવાથી ગીર, ગિરનાર, બરડા અને આલેચ પર્વત માળાઓમાં વહેંચાય ગયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here