Monday, September 20, 2021
Homeધોરાજીમાં લવજેહાદ અને દુષ્કર્મના ગુનાના આરોપીને પોલીસે ઝડપી પાડીને તપાસનો ધમધમાટ શરૂ...
Array

ધોરાજીમાં લવજેહાદ અને દુષ્કર્મના ગુનાના આરોપીને પોલીસે ઝડપી પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ધોરાજીમાં લવજેહાદ અને દુષ્કર્મના ગુનાના આરોપીને પોલીસે ઝડપી પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. થોડા દિવસ પહેલાં ધોરાજીની મહિલાએ વિધર્મી યુવક સામે પોતે પરિણીત હોવા છતાં લગ્નની લાલચે તેની સાથે દુષ્કર્મ કર્યાનો અને તેની સાથે ઇન્સ્ટાગ્રામમાં કલમા પઢીને નિકાહ કરવાનો તેમજ ધર્મ પરિવર્તન માટે દબાણ કરવા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસ હરકતમાં આવી હતી.

આરોપી એક દિવસના રિમાન્ડ પર મોકલાયો
ધોરાજી પોલીસ મથક ખાતે શહેરની હિન્દુ યુવતીએ આરોપી મુસ્લિમ શખ્સ વિરૂધ્ધ ધર્મ પરિવર્તન કરવા દબાણ, દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મહોમદ ઉર્ફે ડાડો ગનીભાઇ સમા વિરૂધ્ધ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરીને આરોપીને પોલીસે દબોચી લીધો હતો અને એક દિવસના રિમાન્ડ પર લઇ તપાસ શરૂ કરાઈ છે.

મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરતો હતો
​​​​​​​ધોરાજીમાં રહેતો મહોમદ ઉર્ફે ડાડો ગનીભાઇ સમા રહે.રાધાનગર પોતે પરિણીત હોવા છતાં કપટપૂર્વક પોતાના લગ્ન થયેલા ન હોવાનું જણાવી ફરિયાદી યુવતીને ઇસ્લામ ધર્મ મુજબ ધાર્મિક કલમા ઇન્સ્ટાગ્રામમાં મોકલી પઢાવ્યા હતા અને પછી રૂબરૂમાં કહ્યું હતું કે આપણે મૌલવી પાસે કાયદેસર રીતે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવો છે તેમ કહી ધર્મ પરિવર્તન કરવા દબાણ કર્યું હતું.લગ્નની લાલચ આપી ફરિયાદી તથા તેની દિકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદીની ઇચ્છા વિરૂઘ્ધ તેની સાથે જાતીય સંબંધ બાંધ્યો હતો .

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
​​​​​​​હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મમાં પરિવર્તન કરવા અંગે ફરિયાદી યુવતીએ ફરિયાદ કરતાં ધોરાજી પોલીસે આઇપીસી કલમ 376 ,506/2 તથા ગુજરાત ધર્મ સ્વતંત્ર્ય સુધારા અધિનિયમની કલમ 4 મુજબ ગુનો નોંધીને આરોપી ને ઝડપી લેવા માટે ધોરાજી પીઆઈ હકૂમત સિંહ જાડેજા ,જેતપુર નાયબ પોલીસ વડા સાગર બાગમરએ કાર્યવાહી હાથ ધરીને આરોપીને ઝડપી પાડીને રીમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કરાતાં પોલીસે ગુનાની વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments