Friday, March 29, 2024
Homeઅમદાવાદ : દિવાળીમાં AMTSને 62 લાખથી વધુ આવક થઈ, ભાઈબીજ સુધી 20...
Array

અમદાવાદ : દિવાળીમાં AMTSને 62 લાખથી વધુ આવક થઈ, ભાઈબીજ સુધી 20 લાખ લોકોએ મુસાફરી કરી

- Advertisement -

અમદાવાદ: દિવાળીના તહેવાર દરમિયાન AMTSને 68 લાખથી વધુની આવક થઈ છે. ધનતેરસથી ભાઈબીજ સુધીમાં 20 લાખથી વધુ પેસેન્જરોએ મુસાફરી કરી હતી. સૌથી વધુ દિવાળીના દિવસે પેસેન્જરોએ મુસાફરી કરી હતી. જો કે ગત વર્ષ કરતા બસમાં પેસેન્જરોની સંખ્યા ઘટી હતી.

રાઈડ બંધ હોવાથી કાંકરિયામાં ગત વર્ષ કરતા ઓછી ભીડ

અમદાવાદના આકર્ષણ એવા કાંકરિયા લેક્ફ્રન્ટ અને કિડ્સ સીટીમાં લોકોની ભીડ જોવા મળી હતી જો કે કેટલીક રાઈડ બંધ હોવાના કારણે ગત વર્ષ કરતા ઓછી ભીડ જામી હતી. બીજી તરફ AMTS બસમાં પણ મુસાફરોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. કાંકરિયા લેક્ફ્રન્ટમાં દિવાળીથી લઈ ભાઈબીજ એમ ત્રણ દિવસમાં 63000થી વધુ મુલાકાતીઓએ મજા માણી હતી. લેક્ફ્રન્ટમાં નાની રાઈડ્સ શરૂ થઈ છે. જેનાથી કોર્પોરેશનને 5.65 લાખની આવક થઈ હતી. કિડ્સ સીટીમાં 700થી વધુ મુલાકાતીઓ આવતા રૂ. 57000ની આવક થઈ હતી.

એસટી નિગમને એક્સ્ટ્રા સંચાલનમાં 5.44 કરોડની આવક
એસ.ટી.નિગમને દિવાળી ફળી હોય તેમ આ વર્ષે એક્સ્ટ્રા સંચાલનમાં 5 દિવસમાં જ નિગમને 5.44 કરોડની ધરખમ આવક થઈ છે. જે ગત વર્ષની તુલનામાં 2.18 કરોડની વધુ આવક દર્શાવે છે. 22થી 26 ઓક્ટોબર દરમિયાન કુલ 2.54 લાખ લોકોએ મુસાફરી કરી હોવાનું નિગમના અધિકારીઓનું કહેવું છે. મોબાઇલ અને ઓનલાઇન ઇ-ટિકિટ બુક કરાવવા ઉપર 10 ટકા વળતર મળતું હોવાથી આ વર્ષે 26 ઓક્ટોબર સુધીના પાંચ દિવસમાં જ 42 હજાર લોકોએ ઓનલાઇન ટિકિટ બુક કરાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular