નવી દિલ્હી: ઈન્કમ ટેક્સ સ્લેબમાં સરકારે અંતરિમ બજેટની સરખામણીએ કોઈ ફેરફાર કર્યા નથી. અંતરિમ બજેટમાં જાહેર કરવામાં આવેલ 5 લાખથી વધુ વાર્ષિક આવક પર ટેક્સને યથાવત રાખવામાં આવ્યો છે. GST લાગૂ થયા બાદ જનતા પર ટેક્સના ભારમાં પણ મોટું અંતર આવ્યું છે. કન્સલ્ટીંગ ફર્મે ગયા વર્ષથી આજ સુધીના એક આંકડા બહાર પાડ્યા છે, જેનાથી જણાય છે કે ક્યાં ક્લાસ પર ટેક્સનો બોજ કેટલો વધ્યો છે?
5 લાખ સુધીની આવક ધરાવતા લોકોને ફાયદો
2014માં 5 લાખ રૂપિયાની કમાણીવાળા લોકોને 5.7 ટકા ટેક્સ આપવો પડતો હતો, પરંતુ આજે તેમને 3.4 ટકા ટેક્સ ચૂકવવાનો રહે છે. આ આંકડાના હિસાબે સમજીએ તો 2014માં જ્યારે 5 લાખ રૂપિયા સુધીની આવકવાળા લોકોને 11,845 રૂપિયા આવકના 2.37 ટકા હિસ્સો કર તરીકે ચૂકવવાનો હતો, ત્યારે તેમને કોઈ ટેક્સ ચૂકવવાનો ન રહેતો. વાત કરીએ ઈનડાયરેક્ટ ટેક્સની તો, આ માર્ચે તેમને 16,634 રૂપિયા વાર્ષિક ચૂકવવા પડતા, જે 3.33 ટકા હતા. જો કે, અત્યારે તે વધીને 16,880 એટલે કે 3.38 ટકા થઈ ગયા છે. આ રીતે 5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોને અત્યારે ટેક્સમાં લગભગ 11,500 રૂપિયા સુધી છૂટ મળી છે. 2014માં તે 28,479 રૂપિયા ટેક્સ અદા કરતા હતા, પરંતુ અત્યારે આ આંકડો 16,880એ પહોંચી ગયો છે.
9 લાખ રૂપિયા આવકવાળા તમામને વધુ લાભ
વાર્ષિક 9 લાખ રૂપિયા આવકવાળા લોકોને ટેક્સમાં 2.4 ટકાનો લાભ થયો છે. 2014માં આ વર્ગને 13.8 ટકા આવક કર તરીકે ચૂકવવી પડતી હતી, પરંતુ 2019માં તેને 11.4 ટકા જ અદા કરવાના રહે છે. એક તરફ આ વર્ગને જ છેલ્લા 5 વર્ષોમાં ટેક્સમાં સૌથી વધુ રાહત મળી છે. આ વર્ગ 5 વર્શ પહેલા વાર્ષિક 84,460 રૂપિયા ટેક્સ તરીકે અદા કરતો હતો, પરંતુ 2019માં તેમને 61,771 જ ચૂકવવાના રહે છે. ઈનડાયરેક્ટ ટેક્સમાં જો કે અમુક વધુ રાશિ અદા કરવી પડી રહી છે. પહેલા વાર્ષિક 39,729 રૂપિયા અપ્રત્યક્ષ કર તરીકે ખર્ચ થતો હતો, પરંતુ હવે 40,686 રૂપિયા લાગી રહ્યા છે. આ રીતે 9 લાખ આવક ધરાવતા લોકોને 1,24,189 રૂપિયાને બદલે હવે 1,02,456 રૂપિયા જ ચૂકવવા પડે છે.
30 લાખ આવકવાળાને પણ ફાયદો
આ વર્ગને ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ બન્ને રીતના ટેક્સમાં ફાયદો મળ્યો છે. પહેલા તેમને 6,91,000 રૂપિયા ઈન્કમ ટેક્સ ચૂકવવો પડતો હતો, જે હવે ઘટીને 6,62,453 થઈ ગયો છે. આ રીતે ઈનડાયરેક્ટ ટેક્સમાં પણ મામૂલી રાહત મળી છે. પહેલા 1,06,000 ચૂકવવા પડતા જે હવે 1,02,000 ચૂકવવાના રહે છે. આ રીતે 30 લાખ સુધી કમાણીવાળાના ખિસ્સામાંથી હવે 7,64,000 રૂપિયા ટેક્સ જઈ રહ્યો છે, જે પહેલા 7,97,000 રૂપિયાની આસપાસ હતો.
વર્ષે 60 લાખની કમાણી કરનાર લોકો ફાયદામાં રહ્યા
2014માં આ ક્લાસને 30.8 ટકા ટેક્સ તરીકે ચૂકવવાના રહેતા, જે હવે વધીને 32.9 ટકા થઈ ગયા છે. ટેક્સ સ્લેબમાં ફેરફારથી ગયા વર્ષે અપર મિડલ ક્લાસ સૌથી વધુ પ્રભાવિત થયો છે. 2014માં તેમને ઈન્કમ ટેક્સ તરીકે 16,18,130 રૂપિયા ચૂકવવા પડતા, હવે 17,58,000 રૂપિયા અદા કરવાના રહે છે. ઈનડાયરેક્ટ ટેક્સમાં જો કે મામૂલી રાહત મળી છે, પહેલા આ 2,27,021 રૂપિયા હતો અને હવે 2,15,00 રૂપિયા આસપાસ છે. આ રીતે આ ક્લાસને હવે 19,74,044 રૂપિયા ચૂકવવા પડે છે, જે અગાઉ 18,45,151 રૂપિયા હતા.
1 કરોડથી વધુ આવકવાળા વર્ગને નુકશાન
વર્ષમાં 1.2 કરોડ રૂપિયા સુધીની કમાણીવાળા લોકો પર 2014માં 35.2 ટકા ટેક્સ લગતો હતો, જે હવે 36.7 ટકા થઈ ગયો છે. આ અગાઉ 38,19,343 રૂપિયા આવકવેરો આપવો પડતો, જે હવે 39,91,021 રૂપિયા થઈ ગયો છે. આ સિવાય અપ્રત્યક્ષ રૂપે આ ક્લાસ 4,02,000 રૂપિયા ચૂકવતા હતા, હવે આ 4,17,000 રૂપિયા આસપાસ ચૂકવે છે