કોરોના વર્લ્ડ : ફ્રાન્સમાં જાહેર સ્થળે માસ્ક પહેરવું ફરજીયાત, બ્રાઝીલમાં એક દિવસમાં 40 હજારથી વધારે કેસ નોંધાયા

0
8

વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 1 કરોડ 34 લાખ 73 હજાર કેસ નોંધાયા છે. જેમાં 5 લાખ 81 હજાર 584 લોકોના મોત થયા છે. 78.68 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ફ્રાન્સમાં આગામી કેટલાક સપ્તાહ સુધી જાહેર સ્થળે માસ્ક પહેરવું ફરજીયાત કરાયું છે. રાષ્ટ્રપતિ મેક્રોને આ જાહેરાત કરી છે. અહીં અત્યાર સુધીમાં 1 લાખ 72 હજાર 377 કેસ નોંધાયા છે અને 30 હજારથી વધારે લોકોના મોત થયા છે.

બ્રાઝીલમાં મોતનો આંકડો 74 હજારને પાર

બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા  મુજબ મંગળવારે અહીં 41 હજાર 857 નવા કેસ નોંધાયા છે અને 1300 મોત થયા છે. આ સાથે અહીં કુલ કેસની સંખ્યા 19.31 લાખ થઈ છે અને 74 હજાર 262 લોકોના મોત થયા છે.

વેનજુએલાની રાજધાની કારકસ અને તેના પાડોસી રાજ્ય મિરાંડામાં બુધવારે લોકડાઉન લાગુ કરાયું છે. ઉપરાષ્ટ્ર્પતિ ડેલ્સી રોડ્રિગ્યુજે બુધવારે કહ્યું કે લોકોની સુરક્ષા માટે આ નિર્ણય કરાયો છે.

અમેરિકમાં 1.39 લાખના મોત

અમેરિકામાં 35 લાખ 45 હજાર 692 કેસ નોંધાયા છે. જેમાં 1.39 લાખ લોકોના મોત થયા છે.  16 લાખથી વધારે લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

ઓસ્ટ્રેલિયાના PM મોરિસને કહ્યું- બીજા તબક્કામાં દેશને બંધ નહીં કરાય

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને કહ્યું કે સંક્રમણના બીજા તબક્કામાં દેશને બંધ કરાશે નહીં. તેમણે કહ્યું કે જો બીજા તબક્કામાં દેશને બંધ કરાશે તો બેરોજગારી વધશે. આવું કરવું સારું નથી. ઓસ્ટ્રેલિયામાં 10,487 કેસ નોંધાયા છે અને 111 લોકોના મોત થયા છે.

હોંગકોંગમાં ડિઝનીલેન્ડ ફરી બંધ કરાયું

હોંગકોંગે સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોને કડક કરી દીધા છે. અહીં ત્રીજા તબક્કાના સંક્રમણની આશંકા છે. આવામા ડિઝનીલેન્ડને ફરી બંધ કરાયું છે. એક મહિના પહેલા તેને ખોલવાની પરવાનગી અપાઈ હતી. છેલ્લા સપ્તાહમાં અહીં 236 કેસ નોંધાયા છે. હોંગકોંગમાં 1,570 કેસ નોંધાયા છે અને 8 લોકોના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here