વિડીયો : કોમોડિટી એક્સપ્રેસ : વાયદા બજારમાં સોનું રૂ.2,056 અને ચાંદી રૂ.8,850 ગબડ્યા, રૂ (કોટન)માં રૂ.150નો ઉછાળો

0
5

દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર 21થી 25 સપ્ટેમ્બરના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટીમાં કેવી ચાલ રહી તે જોઈએ. સૌપ્રથમ કીમતી ધાતુઓની વાત કરીએ તો, વિશ્વબજારમાં સોનું સપ્તાહના અંતે 1 ઔંશદીઠ વધીને 1862 ડોલર બોલાયું હતું, જ્યારે ચાંદી સપ્તાહના અંતે 1 ઔંશદીઠ વધીને 22.89 ડોલર બોલાતી હતી. આ સામે ઘરેલૂ ઝવેરી બજારમાં અમદાવાદ ખાતે હાજર સોનાનો ભાવ સપ્તાહના અંતે 10 ગ્રામદીઠ 99.50ના રૂ.51,100 અને 99.90ના રૂ.51,300, જ્યારે અમદાવાદ ખાતે હાજર ચાંદીનો ભાવ સપ્તાહના અંતે કિલોદીઠ રૂ.58,300 બોલાયો હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું.

બીજી બાજુ વાયદા બજાર એમસીએક્સ પર સોનાનો ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.51,650ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊંચામાં રૂ.51,650 અને નીચામાં રૂ.49,248ના મથાળે અથડાઈ સપ્તાહના અંતે રૂ.2,056ના કડાકા સાથે રૂ.49,659ના સ્તરે બંધ થયો હતો.

વિડીયો : કોમોડિટી એક્સપ્રેસ

જ્યારે ગોલ્ડ-ગિનીનો સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.41,639ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.1,656 ઘટી રૂ.40,013 બોલાયો હતો. સોનાના વિવિધ વાયદાઓમાં સપ્તાહ દરમિયાન 3,89,902 સોદામાં કુલ રૂ.58,399.64 કરોડનાં116.644 ટન સોનાના વેપાર થયા હતા, જ્યારે સપ્તાહના અંતે ઓપન ઈન્ટરેસ્ટ 18.698 ટનના સ્તરે રહ્યો હતો.

એમસીએક્સનો ચાંદીનો ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.67,888ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.67,888 અને નીચામાં રૂ.56,020ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.8,850 ગબડીને રૂ.59,027ના ભાવે બંધ થયો હતો. સપ્તાહ દરમિયાન, ચાંદીમાં 18,42,643 સોદાઓમાં કુલ રૂ.64,178.96 કરોડનાં 10,672.333 ટન ચાંદીના વેપાર થયા હતા, જ્યારે સપ્તાહના અંતે ઓપન ઈન્ટરેસ્ટ 570.499 ટનના સ્તરે રહ્યો હતો.

કીમતી ધાતુનો ઈન્ડેક્સ બુલડેક્સનો ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 16,120 ખૂલી, સપ્તાહ દરમિયાન ઊંચામાં 16,120 અને નીચામાં 14,900 સુધી જઈ, સપ્તાહ દરમિયાન 1,220 પોઈન્ટની વ્યાપક મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે 1,063 પોઈન્ટ તૂટી 15,138 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. બુલડેક્સ ફ્યુચર્સમાં સપ્તાહ દરમિયાન 15,135 સોદામાં રૂ.1,350.38 કરોડનાં 17,591 લોટ્સનું ટર્નઓવર નોંધાયું હતું, જ્યારે સપ્તાહના અંતે ઓપન ઈન્ટરેસ્ટ 519 લોટ્સના સ્તરે રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં વિશ્વ બજારમાં ન્યૂયોર્ક ક્રૂડ તેલ બેરલદીઠ 40.25 ડોલર બોલાયું હતું, જ્યારે સ્થાનિકમાં વાયદા બજાર એમસીએક્સ પર ક્રૂડ તેલનો ઓક્ટોબર વાયદો બેરલદીઠ રૂ.3,053ના ભાવે ખૂલી, ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.3,053 અને નીચામાં રૂ.2,868 બોલાઈ અંતે રૂ.48 ઘટી રૂ.2,869ના ભાવ થયા હતા.

કપાસનો એપ્રિલ-૨૧ વાયદો સપ્તાહના પ્રારંભે ૨૦ કિલોદીઠ રૂ.1,028 ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.1,031 અને નીચામાં રૂ.1,013 સુધી જઈ, સપ્તાહના અંતે રૂ.1.50 ઘટી રૂ.1,026ના સ્તરે બંધ થયો હતો.

જ્યારે એમસીએક્સ રૂ અથવા કોટનનો ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ.17,990 ખૂલી, ઊંચામાં રૂ.18,100 અને નીચામાં રૂ.17,820ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.150ના ઉછાળા સાથે રૂ.18,030 બંધ થયો હતો. સપ્તાહ દરમિયાન કપાસના વાયદાઓમાં 948 ટન અને કોટનમાં 25,150 ગાંસડીના વેપાર થયા હતા, જ્યારે સપ્તાહના અંતે ઓપન ઈન્ટરેસ્ટ કપાસમાં 372 ટન અને કોટનમાં 28,900 ગાંસડીના સ્તરે રહ્યો હતો.

એમસીએક્સ ક્રૂડ પામતેલ અથવા તો સીપીઓમાં 3,17,940 ટનના નોંધપાત્ર વોલ્યુમ સાથે સીપીઓનો સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 કિલોદીઠ રૂ.809.40ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.35.40 ઘટી રૂ.773.10ના ભાવે બંધ થયો હતો. સીપીઓમાં સપ્તાહના અંતે ઓપન ઈન્ટરેસ્ટ 64,210 ટનના સ્તરે રહ્યો હતો.