ગાંધીનગરમાં યુવાઓએ પતંગ સાથે 23 તુક્કલો આકાશમાં ચગાવી, હારમાળાથી નયનરમ્ય નજારો સર્જાયો હતો

0
5

ગઈકાલે ઉત્તરાયણ પર્વની ગુજરાતભરમાં ઉજવણી થઈ હતી. ત્યારે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં પણ અબાલવૃદ્ધ સૌ કોઈએ પતંગબાજી કરીને ઉત્તરાયણની મજા માણી હતી. બધા કરતાં કંઈક અલગ કરવા યુવાનોએ પતંગ ચગાવવાની સાથે તેમણે તુક્કલોની હાર બનાવીને રાત્રે આકાશમાં 23 તુક્કલની હારમાળા સર્જી હતી. આ હારમાળાથી નયનરમ્ય નજારો સર્જાયો હતો.

યુવાનોએ મીણબત્તીવાળી ટુક્કલો ચગાવી

ગાંધીનગરના સેકટર-5 સીમાં પતંગ શોખીન યુવાનો મહેુલ છત્રીવાલા, જયશીલ પટેલ, હિતેશ પ્રજાપતિ અને ધ્વનિ છત્રીવાલા દ્વારા ઉત્તરાયણના દિવસે સાંજે એક જ મોટા પતંગ ઉપર 23 (ત્રેવીસ) પરંપરાગત દેશી મીણબત્તીવાળી તુક્કલો આકાશમાં ઉડાડી હતી. પતંગ તથા તુક્કલના આ શોખીન યુવાનો દ્વારા 23 તુક્કલો એક જ પતંગ ઉપર ઉડાડી ત્યારે આકાશમાં સોનાના હાર નેકલેસ જેવું દ્રશ્ય સર્જાયું હતું.

તુક્કલની હારબંધ લાઈટિંગ આકાશમાં લોકોનું ધ્યાન ખેંચતી હતી

તુક્કલની હારબંધ લાઈટિંગ આકાશમાં લોકોનું ધ્યાન ખેંચતી હતી

15 વર્ષથી તુક્કલો ઉડાડે છે

પતંગના આ શોખીનો લગભગ છેલ્લા 15 વર્ષોથી એક જ પતંગ ઉપર 15 કરતાં વધુ દેશી મીણબત્તીની તુક્કલો ઉડાડી રહ્યા છે. આ વર્ષે પણ તેમણે કોરાનાની મહામારીને ધ્યાને રાખીને પૂરતી કાળજી સાથે તથા સલામત રીતે તુક્કલો ઉડાડી હતી. આ યુવાનો દ્વારા હંમેશા ચાઇનીઝ તુક્કલો કે ઇલેક્ટ્રિક લાઇટની તુક્કલો ન ઉડાડતા દેશી મીણબત્તીની તુક્કલો કે જે વધુ મહેનત તથા કાળજી માંગી લે તેવી જ ઉડાડતા આવ્યા છે.

23 તુક્કલ સાથે પતંગબાજીની લોકોએ તસવીરો પણ ખેંચાવી
23 તુક્કલ સાથે પતંગબાજીની લોકોએ તસવીરો પણ ખેંચાવી
મીણબત્તી સાથે તુક્કલને પતંગ ચડાવી દોરી પર આકાશમાં છોડાઈ હતી
મીણબત્તી સાથે તુક્કલને પતંગ ચડાવી દોરી પર આકાશમાં છોડાઈ હતી
લોકોએ તુક્કલની સાથે સેલ્ફી ખેંચી પતંગબાજીની મજા લીધી
લોકોએ તુક્કલની સાથે સેલ્ફી ખેંચી પતંગબાજીની મજા લીધી