અમદાવાદ : ઘાટલોડિયામાં આર્થિક સંકડામણથી તંગ આવી યુવાને કર્યો આપઘાત

0
0

અમદવાદા શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એક યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. લોન લીધા બાદ ભરપાઇ ન થતાં સતત તણાવમાં રહેતા યુવકે આપઘાત કરી જીવન ટુંકાવી લીધુ. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, સરગમ એપાર્ટમેન્ટનો રહેવાસી અને ખાનગી બેંકોમાં લોન એજન્ટ તરીકે કામ કરતો હતો જતીન અન્ય વ્યક્તિઓને લોન આપવાની સુવિધા આપતો હતો અને મંજૂર થયા બાદ લોન પર કમિશન મેળવતો હતો.’

જો કે એક વર્ષ પહેલા જતીન ઘાટલોડિયા મકાન ખરીદવા માટે લોન લીધી હતી. અને લગભગ 17,000 રૂપિયા માસિક હપ્તો ચૂકવતો હતો. જાેકે, લોકડાઉન થયું ત્યારથી તે કોઈ કમાણી કરી શક્યો ન હતો અને તે ઘરના ખર્ચનું સંચાલન અને લોન કેવી રીતે ચૂકવશે તેની ચિંતામાં હતો.’ જેના કારણે જીંદગીથી હાર માની આપઘાત કરી લીધો.

હોમ લોનના હપ્તાઓ ચૂકવવામાં અસમર્થ હોવા અંગે ઉદાસી અનુભવી રહ્યો હતો. તેની માતાએ અમને એમ પણ કહ્યું કે તેમને છેલ્લા ચાર મહિનાથી લાઇટ બિલ પણ ચૂકવવામાં આવ્યું નથી. જતીન આને કારણે સતત દબાણ અને તણાવમાં હતો. આખરે સોમવારે સવારે તેણે પોતાના નિવાસ સ્થાને ફાંસી લગાવી હતી.’

હાલ આ મામલે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here