Thursday, August 5, 2021
No menu items!
Homeગોરખપુરમાં મા-દીકરીએ એકસાથે એક જ મંડપ નીચે લગ્ન કર્યા, માતાનાં કાકા સાથે...
Array

ગોરખપુરમાં મા-દીકરીએ એકસાથે એક જ મંડપ નીચે લગ્ન કર્યા, માતાનાં કાકા સાથે લગ્ન જોઇને સંતાનો ખુશ થયા

આમ તો આ વર્ષ આપણા બધા માટે નિરાશા લઈને આવ્યું પણ આ કપરા સમયમાં ઘણા યાદગાર કામ પણ થયા. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં પણ મા-દીકરીએ એક જ મંડપ નીચે ફેરાં ફર્યા. પિપરોલી બ્લોકમાં 53 વર્ષીય એક માતા અને તેમની 27 વર્ષીય દીકરીએ તેમના પાર્ટનર સાથે લગ્ન કર્યા. સમૂહ લગ્નમાં અન્ય 63 કપલ પણ લગ્નના તાંતણે બંધાયા.

53 વર્ષીય મહિલાનું નામ બેલી દેવી છે. તેમના પતિએ 25 વર્ષ પહેલાં દુનિયાને અલવિદા કહ્યું હતું. બેલી દેવીએ તેમના પતિ હરીહરના નાના ભાઈ જગદીશ સાથે લગ્ન કર્યા, તેમની ઉંમર 55 વર્ષ છે. જગદીશ ખેડૂત છે અને તેમણે લગ્ન કર્યા નહોતા. બેલી દેવીએ કહ્યું કે, ‘મારા બે દીકરા અને બે દીકરીઓના લગ્ન થઇ ગયા છે. મારી સૌથી નાની દીકરીના લગ્ન નક્કી થયા ત્યારે ઘરના લોકોની અનુમતિ લઈને દિયર સાથે લગ્ન કર્યા. આ લગ્નથી મારા દરેક સંતાનો ખુશ થયા છે.’

બેલી દેવીની દીકરી ઇન્દુના લગ્ન 29 વર્ષીય રાહુલ સાથે થયા. ઇન્દુએ કહ્યું, ‘મારી માતાના લગ્નથી અમને કોઈ ભાઈ-બહેનને વાંધો નથી. મારી મા અને કાકાએ જ અમારા બધાનું બાળપણથી ધ્યાન રાખ્યું છે. તે બંનેને સાથે જોઇને મને ખુશી થાય છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments