ગુજરાતમાં 24 કલાકમાં 1034 લોકોને લાગ્યો કોરોનાનો ચેપ અને 27 લોકોનાં થયાં મોત

0
0

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1034 કેસ નોંધાયા છે. તો આજે કુલ 27 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 9, અમદાવાદ અને રાજકોટમાં 5-5, વડોદરામાં 3,કચ્છમાં 2, જામનગર, મહેસાણા અને વલસાડમાં 1-1 દર્દીના મોત થયા છે. આમ રાજ્યમાં કોરોના(COVID-19)ના કારણે મૃત્યુઆંક 2584 થઇ ચૂક્યો છે. તો હાલમાં 82 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 917 દર્દીઓને રજા આપવાની સાથે આજદિન સુધીમાં કુલ 50 હજાર 322 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 238, અમદાવાદમાં 151 કેસ, વડોદરામાં 118 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 24 હજાર 569 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 9 લાખ 03 હજાર 782ટેસ્ટ કરવામા આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1034
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 67,811
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 27
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 917
ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 50, 322
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 14,905

ભાવનગર જિલ્લામાં 44 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં 23 અને ગ્રામ્યમાં 21 કેસ નોંધાયા છે. તો જિલ્લામાં 33 પુરુષો અને 11 મહિલા કોરોનાથી સંક્રમિત થયા છે. જીલ્લાનો કુલ પોઝિટિવ આંક 1712 પર પહોંચી ગયો છે.

મહેસાણામાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. અને અત્યાર સુધીમાં અહીયા કોરોનાના દર્દીઓની સંખ્યા 1000 નજીક પહોચી છે. ત્યારે મહેસાણાની સેવાભાવી સંસ્થા રોટરી કલ્બ દ્વારા જિલ્લાની હોસ્પિટલોમાં જરૂરી સાધન સામગ્રીનું દાન આપવામાં આવ્યું.

રાજકોટમાં સવારે 49 કેસ આવ્યા બાદ સાંજે વધારે 22 કેસ નોંધાયા હતા. આ સાથે રાજકોટ શહેરનો કુલ આંકડો 1570 પર પહોંચી ગયો છે. જેમાં 729 દર્દીઓ હજી પણ સારવાર હેઠળ છે. આજે વધારે 45 દર્દીઓ સાજા થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here