ગુજરાતમાં વધુ 581ને કોરોના, ચાર જિલ્લામાં જ 70%થી વધુ કેસ

0
10

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫૮૧ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. હાલમાં ૩,૩૩૮ એક્ટિવ કેસ છે જ્યારે ૪૩ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી વધુ બેના મૃત્યુ સાથે કુલ મરણાંક ૪,૪૧૮ છે. રાજ્યમાં કોરોનાથી ૧થી વધુ મૃત્યુ થયું હોય તેવું ૧૧ ફેબુ્રઆરી બાદ પ્રથમવાર બન્યું છે. રાજ્યમાં માર્ચમાં અત્યારસુધી કોરોનાના ૪,૨૦૬ કેસ નોંધાઇ ચૂક્યા છે.

સુરતમાં કોરોનાના કેસનો આંક સતત વધી રહ્યો છે અને છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૭ કેસ નોંધાયા છે. જેમાં સુરત શહેરમાં ૧૨૭-ગ્રામ્યમાં ૨૦ કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં ૧૨૩-ગ્રામ્યમાં ૩ સાથે ૧૨૬, વડોદરા શહેરમાં ૮૧-ગ્રામ્યમાં ૧૨ સાથે ૯૩ નવા કેસ સામે આવ્યા છે. કુલ કેસનો આંક હવે અમદાવાદમાં ૬૩,૮૩૯-સુરતમાં ૫૪,૮૦૬ અને વડોદરામાં ૩૦,૭૬૮ છે. આમ, ચાર જિલ્લામાં જ ૭૦% કેસ નોંધાયા છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૧૮ સાથે ભરૃચ, ૧૭ સાથે મહેસાણા, ૧૪ સાથે ખેડા, ૧૨ સાથે જૂનાગઢ, ૧૦ સાથે આણંદ, ૯ સાથે કચ્છ-ભાવનગર, ૮ સાથે ગાંધીનગર, ૭ સાથે સાબરકાંઠાનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-વડોદરામાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. આમ, કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨,૩૨૦ અને વડોદરામાં ૨૪૧ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૧૨૬-સુરતમાં ૯૬-વડોદરામાં ૬૩-રાજકોટમાં ૫૮ એમ રાજ્યભરમાંથી ૪૫૩ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૬૬,૭૬૬ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ ૯૭.૧૭% છે. સોમવારે કરવામાં આવેલા ૩૭,૦૪૩ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે ૧.૨૫ કરોડ છે. હાલ ૨૩ હજારથી વધુ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. ગુજરાતમાં હાલ સુરતમાં સૌથી વધુ ૭૩૯-અમદાવાદમાં ૭૨૮ એક્ટિવ કેસ છે.

ગુજરાતના કયા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ?

જિલ્લો ૯ માર્ચના એક્ટિવ કેસ

સુરત              ૧૪૭           ૭૩૯

અમદાવાદ         ૧૨૬           ૭૨૮

વડોદરા             ૯૩           ૫૭૦

રાજકોટ             ૫૮           ૨૪૭

ભરૃચ                 ૧૮           ૫૯

મહેસાણા             ૧૭           ૬૪

ખેડા                   ૧૪           ૪૩

જૂનાગઢ                ૧૨           ૪૦

આણંદ                  ૧૦          ૬૧

કચ્છ                     ૦૯          ૧૩૫

ભાવનગર                ૦૯          ૬૩

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here