હવામાન : ગુજરાતમાં હજુ બે દિવસ ગરમી 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા

0
4

અમદાવાદ. એન્ટિ સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરો ઘટતાં અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં 1થી 2 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું, છતાં મોડીસાંજ સુધી ચાલુ રહેલાં ગરમ પવનોથી લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. સમગ્ર રાજ્યમાં 43.1 ડિગ્રી સાથે અમરેલીમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આગામી 48 કલાક રાજ્યમાં ગરમીનું જોર યથાવત્ રહ્યાં બાદ ગરમીમાં ઘટાડો થવાની હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સોમવાર કરતાં 1.1 ડિગ્રી ગગડીને 41.4 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ, ગરમ પવનોથી લઘુતમ તાપમાન 23.5 ડિગ્રીથી અઢી ડિગ્રી વધીને 26.0 ડિગ્રી નોંધાયું હતું. તેમજ મહત્તમ તાપમાન ઘટવા છતાં દિવસ દરમિયાન ચાલુ રહેલા ગરમ પવનોથી દિવસ દરમિયાન લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. આગામી 24 કલાકમાં અમદાવાદમાં ગરમીનો પારો ઘટવાની શક્યતા છે. રાજ્યનાં પાંચ શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીથી વધુ નોંધાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here