દહેગામ : હરસોલી ગામે મંદિરના ટ્રસ્ટીઓ, આગેવાનો તેમજ ગ્રામજનો દ્વારા જવારા નાખવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.

0
12

દહેગામ તાલુકાના હરસોલી ગામે આજે રાજ રાજેશ્વરી રાજાવત કુળના કુળદેવી એવા આશાપુરા માતાજી ના મંદિરે આસોસુદ બીજના દિવસે સરકારી નીતિ નિયમોનું પાલન કરીને આ મંદિરના ટ્રસ્ટીઓ અને આગેવાનો તેમજ ગ્રામજનો દ્વારા જવારા નાખવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગને અનુરૂપ બ્રાહ્મણ પાસે વિધિ કરાવી ને જવારા નાખવામાં આવ્યા. તેમાં આ મંદિરના ટ્રસ્ટી શ્રી અગરસિંહ ચૌહાણ, ચેરમેન રણજીતસિંહ ચૌહાણ, ટ્રસ્ટ દલપત સિંહ ચૌહાણ, મદન સિંહ ચૌહાણ, જગતસિંહ ચૌહાણ, અંકિતસિંહ ચૌહાણ, કાળુસિંહ ચૌહાણ, ભવાનસિંહ ચૌહાણ, પ્રવીણભાઈ મહારાજ, નવલસિંહ ચૌહાણ ખુમાનસિંહ ચૌહાણ, ભૂરસિંહ ચૌહાણ તેમજ અન્ય આગેવાનો તથા ગ્રામજનો ભેગા મળીને આજે જવારા નાખીને માતાજી ની આરાધના કરવામાં આવી હતી.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here