અમદાવાદ : હેબતપુરમાં વૃદ્ધ દંપતીની હત્યા કરી ભાગી છૂટેલા 4 લૂંટારાની ઓળખ થઈ.

0
6

હેબતપુર શાંતિ પેલેસ બંગલોઝમાં રહેતા અશોકભાઈ અને પત્ની જ્યોત્સ્નાબહેનની હત્યા કરી રૂ.2.45 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયેલા 4 લૂંટારા ઓળખાઇ ગયા છે. પોલીસે હેબતપુર વિસ્તારમાં 200 કરતાં પણ વધારે સીસીટીવીના ફૂટેજ જોયા હતા, જેમાં ચારેય લૂંટારા 2 બાઈક ઉપર આવ્યા હોવાનું પુરવાર થયું હતુ.

જોકે હજુ સુધી લૂંટારા પોલીસની પકડમાં આવ્યા નથી, પરંતુ તેમના ફોટા અને જે બાઈક લઈને આવ્યા હતા તેના આધારે ચારેય લૂંટારા અને હિસ્ટ્રીશીટર ચોર – લૂંટારા હોવાનું પોલીસ તપાસમાં પુરવાર થયું છે. અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેનની હત્યા કર્યા બાદ ચારેય આરોપી અમદાવાદ છોડીને બહાર ભાગી ગયા છે, પરંતુ પોલીસે તેમનો ટ્રેક શોધી કાઢયો છે.

200 CCTV ચેક કરાયા, 70ની પૂછપરછ

પોલીસે હેબતપુર અને આસપાસના વિસ્તારના 200 જેટલા સીસીટીવીના ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં ચારેય આરોપી ઓળખાઈ ગયા હતા. આ ઉપરાંત સોસાયટી તેમજ આસપાસના વિસ્તારમાં પોલીસે 70 કરતાં પણ વધારે લોકોની પૂછપરછ કરી માહિતી મેળવી.

દંપતી પાસેથી સોનું મળવાની લાલચ હતી

અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેનનો દીકરો હેતાર્થ 6 વર્ષથી દુબઈ રહે છે. બંને અવાર નવાર દુબઈથી અમદાવાદ અવર-જવર કરતા હોવાથી તેમનું પાસે સોનુ વધારે મળવાની શકતા હોવાથી લૂંટારુઓ તેમના બંગાલને ટાર્ગેટ કર્યો હતો. જો કે તાજેતરમાં દુબઈમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી તેઓ 3 મહિનાથી દુબઈ ગયા ન હતા.

દંપતીને બંધક બનાવી લૂંટવાનો પ્લાન હતો

જ્યોત્સ્નાબહેન રોજ સવારે બહારના રોડ ઉપર 30 મિનિટ માટે ચાલવા જાય છે. જ્યારે અશોકભાઈ તેમની સાથે ચાલવા જતા નથી. જેથી જ્યોત્સ્નાબહેનની ગેરહાજરીમાં બંગલોમાં ઘૂસી અશોકભાઈ સાથે મારઝુડ કરી બંધક બતાવીને દાગીના-પૈસા અને ગાડી લૂંટી જવાની યોજના લૂંટારાઓની હોવાની શંકા પોલીસે વ્યકત કરી હતી.

સોલામાં 156 વૃદ્ધોએ જ નોંધણી કરાવી હતી

સોલા વિસ્તારમાં એકલા રહેતા માત્ર 156 સિનિયર સિટિઝનોએ જ પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવી છે. જેથી પોલીસે સિનિયર સિટિઝનને નોંધણી કરાવવા વિનંતી કરી છે.

48 હજાર રૂપિયા ઘરમાંથી મળ્યા

અશોકભાઈના બંગલોમાં 4 કબાટ લૂંટારુઓએ ફેંદયા હતા. પોલીસે કબાટમાં તપાસ કરતા રૂ.48 હજાર મળી આવ્યા હતા. જ્યારે આ સિવાયના રૂ.50 હજાર લૂંટારાઓ સાથે લઈ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here