- Advertisement -
રાજય સરકારની પહેલના પરિણામે સરકારી શાળાઓમાં આવેલા ગુણાત્મક પરિવર્તનની અસર હવે જોવા મળી રહે છે. સરકારી શાળાઓમાં વેલ ક્વાલીફાઈડ શિક્ષકો, લેટેસ્ટ ટેકનોલોજી, ઈન્ફ્રાસ્ટ્રકચરના કારણે આ વર્ષે હળવદમાં ૧ર૭ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. ગુણોત્સવ, શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો થકી વાલીઓના સરકારી શાળાઓ પ્રત્યેના માનસમાં બદલાવ આવ્યો છે. બાળકોને સરકારી શાળા તરફ વાળનારા શિક્ષકોના પ્રયત્નો પણ પ્રસંશાને પાત્ર છે. દિન – પ્રતિદિન મોંઘું બનતા શિક્ષણને કારણે વાલીઓમાં ભારે કચવાટ જાવા મળી રહ્યો છે તો બીજી તરફ અમુક ખાનગી સ્કુલના સંચાલકો તો જાણે રૂપિયા જ રડવા બેઠા હોય તેમ મનફાવે તેવી તગડી ફીઓ વાલીઓ પાસે વસુલવામાં જરાપણ લાજતા નથી ત્યારે ગત વર્ષે પણ હળવદ તાલુકાના અમુક ગામમાં ગ્રામજનોએ એકસંપ કરી ગામના વિદ્યાર્થીઓને ગામની સરકારી શાળામાં જ અભ્યાસઅર્થે મોકલવાની પહેલ કરી ખાનગી શાળા સંચાલકોને ડામ આપ્યો છે. ત્યારે આ વર્ષે પણ હળવદમાં ૧ર૭થી વધુ બાળકોના વાલીઓએ પોતાના બાળકોને ખાનગી સ્કુલોમાંથી એડમીશન કઢાવી શહેરમાં આવેલ સરકારી શાળાઓમાં પ્રવેશ કરાવી ખાનગી શાળાઓને આંચકો આપ્યો છે. ત્યારે સૌથી વધુ બાળકોએ શહેરની શાળા નં.૪માં પ્રવેશ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી શાળાઓમાં વિવિધ વિષયોના અનુભવી શિક્ષકો તેમજ લેટેસ્ટ ટેકનોલોજીના કારણે ખાનગી શાળાઓને પણ ટક્કર આપી રહી છે. ત્યારે જા વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામાં અભ્યાસ અર્થે પ્રવેશ કરાવે તો તોતીંગ ફી વસુલતા ખાનગી શાળા સંચાલકોની શાન ઠેકાણે આવી શકે તેમ છે..
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી