- Advertisement -
હિમાચલ પ્રદેશથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક યુવતીએ લગ્ન પહેલા જ બાળકને જન્મ આપ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુવતીના ભાઈએ તેને ગર્ભવતી બનાવી હતી. હાલ પોલીસે બહેનને હવસનો શિકાર બનાવનાર ભાઈની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જ્યારે આરોપી ભાઈ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે યુવતી 8 મહિનાની ગર્ભવતી હતી. હાલમાં જ યુવતીએ એક બાળકને જન્મ આપ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી લાંબા સમયથી પોતાની બહેનને હવસનો શિકાર બનાવી રહ્યો હતો. મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે યુવતીના બાળકનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો. પોલિસે આરોપી ભાઈની નગરોટા બગવાંથી ધરપકડ કરી છે. ત્યાં જ કોર્ટે આરોપી ભાઈને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે.