કોવિડ-19નું રી-ઇન્ફેકશન : હોંગકોંગમાં 33 વર્ષની વ્યક્તિ સાડા ચાર મહિના પછી બીજીવાર કોરોના સંક્રમિત થઇ, આ દુનિયાનો પ્રથમ કેસ છે

0
4

હોંગકોંગમાં એક વ્યક્તિ બીજીવાર કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. આ દુનિયાનો પ્રથમ કેસ છે. 33 વર્ષીય યુવકને બીજીવાર કોરોનાનું સંક્રમણ થયું છે. આ યુવકના રિપોર્ટમાં બીજીવાર કોરોના થયો હોવાની ખબર પડી છે. તે સ્પેનથી પરત આવ્યો હતો અને એરપોર્ટમાં સ્ક્રીનિંગ વખતે ખબર પડી. આ કેસ સામે આવ્યા પછી હવે ઈમ્યુનિટી પર પણ પ્રશ્નો થઇ રહ્યા છે. અત્યાર સુધી સંશોધકો કહી રહ્યા હતા કે, પ્રથમવાર કોરોનાથી સ્વસ્થ થયા પછી વાઈરસ સામે લાંબા સમય સુધી લડવા માટે દર્દીઓઓમાં ઈમ્યુનિટી બને છે.

યુનિવર્સિટી ઓફ હોંગકોંગના રિપોર્ટ પ્રમાણે, આ યુવક પ્રથમવાર કોરોના સંક્રમિત થયો ત્યારે 14 દિવસ સુધી હોસ્પિટલ રહ્યો હતો. સાજા થયાને સાડા ચાર મહિના પછી ફરીથી તે સંક્રમિત થયો છે. હાલ તેનામાં કોરોનાના કોઈ લક્ષણો દેખાતા નથી પણ એરપોર્ટ સ્ક્રીનિંગમાં સ્વૉબ ટેસ્ટ થતા તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

સંશોધકોના જણાવ્યા પ્રમાણે, કોરોના વાઈરસથી સ્વસ્થ થઇ ગયા પછી દર્દીઓમાં ઘણા અઠવાડિયાં સુધી વાઈરસના ટુકડાં રહે છે આ કારણે આ યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોઈ શકે. આની પહેલાં ફરીથી કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે પરંતુ કોઈનો કોવિડ-19 રિપોર્ટ આવ્યો નથી, પરંતુ હોંગ-કોંગમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here