ભારતમાં 5 મહિનામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીની 25000 જેટલી સામગ્રી અપલોડ થઇ

0
21

નવી દિલ્હી, તા. 28 : બાળકોને દેવનું સ્વરુપ માનવામાં આવે છે પરંતુ આજ બાળકો કોઇની જાતિય વિકૃતિનો ભોગ બનતા હોય છે. અમેરિકાએ તાજેતરમાં ભારતમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી (બાળકો પર જાતીય અત્યાચારનો વીડિયો)ના જે આંકડા આપ્યા છે તે હોશ ઉડાવી નાખનારા છે. આ અહેવાલ મુજબ ભારતમાં છેલ્લા 5 મહિનામાં 25 હજારથી વધારે ચાઈલ્ડ પોર્નોગ્રાફી મટીરિયલ અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવ્યું છે.આ ડેટા અમેરિકાના નેશનલ સેન્ટર ફોર મિસીંગ એન્ડ એક્સીલોઇટેડ ચિલ્ડ્રને ભારતના નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરોને આપ્યું છે. ભારત અને અમેરિકાએ ગત વર્ષે આ ડેટા શેર કરવા માટેગત વર્ષે સમજુતી કરી હતી.

અહેવાલો મુજબ આમાં સૌથી વધુ કેસ રાજધાની દિલ્હીના છે ત્યારબાદ મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ર્ચિમ બંગાળમાં ચાઈલ્ડ સેક્સ્યુબલ એબ્યુઝ (બાળકો પર જાતીય અત્યાચાર) મટીરિયલ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવે છે. એકલા મહારાષ્ટ્રમાંથી જ આવા લગભગ 1700 કેસ સાઈબર યુનિટને મોકલાયા છે. જ્યારે બાકીના રાજ્યોની પણ આજ સ્થિતિ છે.
ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમેરિકાનાં રિપોર્ટ બાદ દેશભરમાંથી આ મામલે ધરપકડ કરવામાં આવી રહી છે. 23 જાન્યુઆરી સુધીમાં છેલ્લા પાંચ મહિનામાં આવા 25 હજાર મામલા સામે આવ્યા છે.

અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલામાં એકલા મુંબઈમાં જ 500 કેસ થયા છે. ઉલ્લેખનીય છે કે પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્યુઅલ ઓકેન્સીઝ (પોક્સો) (અમેન્ડમેન્ટ) એક્ટ, 2019માં ચાઈલ્ડ પોર્નોગ્રાફી અંતર્ગત ફોટો, વીડિયો, ડીઝીટલ કે કોમ્પ્યુટરથી બનાવેલ તસવીર કે જે અસલી બાળક જેવીહોયકે એવી તસવીર જે બનાવાઈ હોય કે એડેટપ્ટ કરાઈ હોય કે મોડી ફાઈ કરાઇ હોય તેવું બધું આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here