કોરોના વર્લ્ડ : ઈટાલીમાં મે મહિના પછી પ્રથમવાર એક દિવસમાં 947 કેસ નોંધાયા, ઓસ્ટ્રેલિયામાં સ્થિતિ સુધરી

0
7

વિશ્વભરમાં કોરોનાના અત્યાર સુધીમાં 2 કરોડ 31 લાખ 41 હજાર 122 કેસ નોંધાયા છે. તેમા 8 લાખ 3 હજાર 551 લોકોના મોત થયા છે. 1 કરોડ 57 લાખ 27 હજાર લોકોને સારવાર પછી રજા અપાઈ છે. આ આંકડા www.worldometers.info/coronavirus પરથી લેવાયા છે. ઈટાલીની હેલ્થ મિનિસ્ટ્રી ફરી એકવાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. શુક્રવાર રાતે બહાર પડાયેલા નિવેદન મુજબ 24 કલાકમાં 947 કેસ નોંધાયા છે. મે મહિના પછી એક દિવસમાં આ સૌથી મોટો આંકડો છે.

ઓસ્ટ્રેલિયામાં સ્થિતિ સુધરી
ઓસ્ટ્રલિયામાં સંક્રમણના બીજા તબક્કાની અસર ઓછી થઈ રહી છે. વિક્ટોરીયાના ચીફ હેલ્થ ઓફિસર બ્રેટ સટને કહ્યું હતું કે અમે સઘન ઉપાયો કર્યા હતા. હવે તેના પરીણામ મળવા લાગ્યા છે. બે દિવસથી સતત નવા દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. શુક્રવારે નવા દર્દીઓની સંખ્યા 200થી નીચે રહી છે. અહીં દરરોજ 20 હજાર ટેસ્ટ કરાઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં કુલ 24,602 કેસ નોંધાયા છે અને 485 લોકોના મોત થયા છે.

બ્રાઝીલમાં મોતનો આંકડો વધ્યો
બ્રાઝીલમાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. શુક્રવારે અહીં 1054 લોકોના મોત થયા છે. શનિવારે WHOની ટીમ પાંચ દિવસના બ્રાઝીલ પ્રવાસે આવશે. સંક્રમણ ઉપર કાબુ મેળવવાના ઉપાયો ઉપર ચર્ચા કરશે. બ્રાઝીલમાં કુલ 35 લાખ 36 હજાર 488 કેસ નોંધાયા છે અને 1 લાખ 13 હજાર 454 લોકોના મોત થયા છે.

WHOએ કહ્યું- બે વર્ષમાં મહામારી સમાપ્ત થશે
વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ કોરોના મહામારીને લઈને નવું અનુમાન જાહેર કર્યું છે. તેણે કહ્યું છે કે બે વર્ષથી ઓછી સમયમાં મહામારી ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાશે અને તેને ખતમ કરાશે. સમયસર પગલા ભરાઈ રહ્યા છે અને તેનો ફાયદો વિશ્વના ગરીબ દેશોને પણ મળશે. નવી શોધ અને વેક્સીન ઉપર વિશ્વના મોટાભાગના દેશો કામ કરી રહ્યા છે. સંસ્થાના જણાવ્યા મુજબ 1918માં આવેલા ફ્લૂને ખતમ કરવામાં બે વર્ષ લાગ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here