ગેસ સિલિન્ડરના ભાવ વધારાના વિરોધમાં જામનગરમાં મહિલાઓએ ચૂલા પર રોટલા બનાવ્યા, ‘હાય રે ભાજપ હાય’ના નારા લગાવ્યા

0
22

ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ગયું છે. આથી જામનગર મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરાની આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ હતી. મહિલાઓએ ચૂલા પર રોટલા બનાવી ભાજપ સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં હાય રે ભાજપ હાય હાય, ભાજપ તેરી દાદાગીરી નહીં ચલેગી નહીં ચલેગીના સુત્રોચ્ચાર કર્યા હતા. જો કે, મહિલાઓના વિરોધથી પોલીસ દોડી આવી હતી અને અટકાયત કરી હતી.

બેનરો સાથે મહિલાઓએ વિરોધ કર્યો

જામનગરમાં મહિલાઓ બેનરો સાથે ઉમટી પડી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે, બહુત હુઈ મહેંગાઈ કી માર શરમ કરો મોદી સરકાર, સસ્તો દારૂ, મોંઘુ તેલ, વાહ રે ભાજપ તારો ખેલ, જબ સે આઇ મોદી સરકાર રસોઈ ગેસ હુઇ હદ સે પાર સહિતનું લખાણ લખવામાં આવ્યું હતું. તેમજ મહિલાઓએ મોદી તેરી ગુંડાગીરી નહીં ચલેગી નહીં ચલેગીના સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

મહિલાઓ અને પોલીસ વચ્ચે રકઝક થઈ

મહિલાઓ ચૂલા પર રસોઈ બનાવી વિરોધ કરી રહી હતી ત્યારે મહિલા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. આ સમયે મહિલાઓ અને પોલીસ વચ્ચે રકઝકના દ્રશ્યો જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here