અમદાવાદ : માત્ર 48 કલાકમાં દેશનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં ઊભું કરવામાં આવ્યું

0
6
  • AMC કમિશનરે નવા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ સુવિધાની સમીક્ષા કરી
  • હોસ્ટેલમાં ફ્રી વાઇફાઇ, પર્સનલ કીટ, ટીવી, રીડિંગ રૂમ, ઇન્ડોર ગેમ્સ, લાયબ્રેરી સહિતની સુવિધા
  • હોસ્ટેલમાં ઊભા કરાયેલા કોવિદ કેર સેન્ટરમાં 2 હજાર દર્દીઓ રહી શકે તેવી વ્યવસ્થા

India's largest Covid Care Center operates in only 48 hours at Gujarat University's samras hostel in ahmedabad

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદના હોટ સ્પોટ વિસ્તારમાં કેસોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માત્ર 48 કલાકમાં દેશનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં ઊભું કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી.

દર્દીઓને સુવિધાઓ અપાશે

એક સાથે 2000 દર્દીઓ રહી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જે પોઝિટિવ દર્દીઓને અહીંયા રાખવામાં આવશે. તેઓની ખાસ તકેદારી રાખવામાં આવશે. દર્દીઓ માટે ફ્રી વાઇફાઇ, પર્સનલ કીટ, ટીવી, રીડિંગ રૂમ, ઇન્ડોર ગેમ્સ, લાયબ્રેરી સહિતની સુવિધા આપવામાં આવશે.

મેડિકલ ટીમના સભ્યો માટે 14 દિવસ રહેવા સુવિધા

24 કલાક મેડિકલ ટીમ સેન્ટરમાં કાર્યરત રહેશે. મેડિકલ ટીમના સભ્યો માટે પણ 14 દિવસ સુધી રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓને બાદમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. 48 કલાકમાં ઊભા કરવામાં આવેલા આ કેર સેન્ટરમાં દર્દીઓનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here