ગાંધીનગર : કલોલમાં કોંગ્રેસ કાઉન્સિલર સહિત 4 જુગાર રમતા ઝડપાયા

0
2

ગાંધીનગર એલસીબીએ કલોલ પંથકમાં અસામાજિક તત્વો પર સંકજો કસ્યો હોય તેમ જુગારધામ ઝડપી પાડ્યું છે. 

એલસીબીએ 47,800 રૂપિયા રોકડા જપ્ત કર્યા

એલસીબી પીઆઈ જે. જી. વાઘેલાની ટીમે બાતમીના આધારે રેલવે પૂર્વ ગજેન્દ્રપાર્ક ખાતે રેડ કરી હતી. જેમાં વોર્ડ નં-11માં કોંગ્રેસના કાઉન્સિલર પ્રકાશ ઉર્ફે ભુરીયો રામાભાઇ કટારીયાના ઘરેથી જુગારધામ ઝડપાયું હતું. જેમાં કાઉન્સીલર પ્રકાશ કટારીયા તથા કલોલના મહેશજી જયંતીજી ઠાકોર (હુડકો,આરસોડીયા), સુરજ ઉર્ફે સુરેશ ગોવિંદભાઇ લેઉવા (સર્વોદય મીલકામદાર સોસાયટીની બહાર), શોભનાબેન ઉર્ફે કાળીબેન દશરથજી ઠાકોર (માધુપુરાવાસ) જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. જેઓ પાસેથી એલસીબીએ 47,800 રૂપિયા રોકડા જપ્ત કરી તેઓ વિરૂદ્ધ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. કાઉન્સીલર પ્રકાશ સામે અગાઉ પણ મારામારી સહિતના ગણા ગુનો નોંધાયેલા છે.  બીજી તરફ કલોલ તાલુકાના પલોડીયા ગામે જુગાર રમાતો હોવાની બાતમી સાંતેજ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે પલોડીયા ગામે ચામુંડા મંદિર પાસે અશોકજી કાળાજી ઠાકોરના ઘરે રેડ કરી હતી. જેમાં ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા હતા. જેઓ પાસેથી પોલીસે રોકડા 34,200 જપ્ત કરીને તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.

પોલીસે પલોડીયા ગામેથી ઝડપાયેલા 10 જુગારીઓ 

સાંતેજ પોલીસે પાડેલા દરોડામાં જુગારધામ ચલાવતા કાળાજી ઠાકોર ઉપરાંત પલોડીયાના ગાભાજી ઠાકોર, કલોલ નાંદોલીના ચુંડાજી ઠાકોર, જયંતિજી ઠાકોર, કડીના મોટાવાસનો ભરતજી ઠાકોર, સોલાની ઈશ્વરકૃપા સોસાયટીનો ગૌતમ પટેલ, વિસલપુરનો પરેશ પટેલ તથા શીલજના બચુજી ઠાકોર, અશ્વિન પટેલ, ઘનશ્યામ પટેલ જુગાર રમતા ઝડપાયા હતા.