સુરત : કાંસકીવાડમાં કર્ફ્યૂમાં બિનજરૂરી રીતે બહાર નીકળેલા યુવકને પોલીસે ઉઠકબેઠક કરાવી.

0
5

કોરોનાના કેસમાં વધારો થતા ગત રાત્રીથી સુરત શહેરમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. જેમાં પોલીસ દ્વારા કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. ગત રાત્રે શહેરના કાંસકીવાડ ખાતે રાત્રિ કર્ફ્યૂમાં બિનજરૂરી રીતે બહાર નીકળેલા યુવકને પોલીસે ઉઠકબેઠક કરાવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. હાલ તો આ વીડિયો સુરતના કાંસકીવાડનો હોવાનો નામે વાઈરલ થયો છે.

પોલીસે જાહેરમાં યુવકને ઉઠકબેઠક કરાવી નિયમોનું ભાન કરાવ્યું હતું.
પોલીસે જાહેરમાં યુવકને ઉઠકબેઠક કરાવી નિયમોનું ભાન કરાવ્યું હતું.

 

યુવકને ઉઠકબેઠક કરાવી નિયમોનું ભાન કરાવ્યું

અમદાવાદ બાદ સુરતમાં પણ શનિવારે રાત્રે 9 કલાકથી સવારે 6 કલાક દરમિયાન રાત્રિ કર્ફ્યૂનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. દિવાળીના તહેવારોમાં બજારોમાં અને ખાણીપીણીની જગ્યાઓ પર લોકોની મોટી ભીડ જોવા મળી હતી. જેથી સંક્રમણ વધારે ન ફેલાય તે માટે જાહેર જનતાના હિતમાં કર્ફ્યૂનો હુકમ કરવામાં આવ્યો છે. તેથી તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, કર્ફ્યૂ દરમિયાન જાહેર રસ્તાઓ પર કારણ વગર ફરતા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ગત રોજ રાત્રે નિયમોનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કાંસકીવાડ ખાતે રાત્રિ કર્ફ્યૂમાં બિનજરૂરી રીતે બહાર નીકળેલા યુવકને પોલીસે ઉઠકબેઠક કરાવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જાહેરમાં યુવકને ઉઠકબેઠક કરાવી નિયમોનું ભાન કરાવ્યું હતું.

એક જ દિવસમાં 1217 વ્યક્તિઓ પાસેથી 90,516 વસુલાયા

સોશિયલ ડિસ્ટન્સિંગ ન રાખનારા 143 લોકો પાસેથી 19,398 અને માસ્ક નહી પહેરનારા 1217 વ્યક્તિઓ પાસેથી 90,516 વસુલાયા છે. તેથી શનિવારે એક જ દિવસે 1361 વ્યક્તિઓ પાસેથી 1,10,414 દંડ વસુલાયો છે. આ સાથે કોન્ટેક્ટ ટ્રેસિંગનું કામ વધારાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here