Tuesday, January 18, 2022
Homeકાંથીમાં PMએ કહ્યું- કેન્દ્રથી આવેલી કિસાન સન્માન નિધિને દીદીએ રોકી, ભાજપની સરકાર...
Array

કાંથીમાં PMએ કહ્યું- કેન્દ્રથી આવેલી કિસાન સન્માન નિધિને દીદીએ રોકી, ભાજપની સરકાર બની તો 3 વર્ષના પૂરા પૈસા ચૂકવશે

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ મિદનાપુરના કાંથી વિસ્તારમાં એક રેલી યોજી હતી. આ દરમિયાન તેમણે બંગાળનાં CM મમતા બેનર્જી અને TMC પર નિશાન સાધ્યું હતું. મોદીએ રેલીમાં યુવાનો, ખેડૂતો અને મહિલા મતદારોને પણ આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

મોદીએ કહ્યું હતું કે દીદીનાં પાપનો ઘડો ભરાઈ ગયો છે અને મહિલાઓ TMCને સજા આપવા માટે તેમના ઘરની બહાર આવીને કાર્યરત થઈ છે. મમતા દીદીએ કેન્દ્રમાંથી ખેડૂતો માટે 3 વર્ષનાં સન્માન નિધિનાં નાણાં અટકાવ્યાં છે, પરંતુ જો ભાજપ સરકાર બનશે તો મોદીએ બધા રૂપિયા લોકોને પાછા આપવાની વાત કરી હતી.

મોદીના ભાષણની મુખ્ય વાતો…

1. યુવાનોને આકર્ષવાનો પ્રયાસ

વડાપ્રધાને કહ્યું હતું કે મિદનાપુર દરેક ક્રાંતિમાં મોખરે રહ્યું છે. દેશ આઝાદીનાં 75 વર્ષ પૂરાં થવા પર સ્વતંત્રતાનો અમૃત ઉત્સવ ઊજવી રહ્યો છે. ભાજપ સરકારની પ્રાથમિકતા એ છે કે આઝાદીમાં જેટલું પણ યોગદાન અપાવાયું છે એના દરેક લાભોને ભાવિ પેઢી સુધી પહોંચાડવું. આજે 25 વર્ષની ઉંમરના યુવાનો માટે આ સમય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વળી, કેટલાક યુવાનો પ્રથમ વખત આ ચૂંટણીમાં મતદાન કરવા જઈ રહ્યા છે, જેથી તેમના માટે પણ આ મહત્ત્વની પળ છે.

મોદીએ વધુમાં કહ્યું હતું કે દરેક લોકો અહીં સોનાર બાંગ્લાના શંખનાદને સાંભળી રહ્યા છે. બંગાળના ખૂણે ખૂણેથી એકસરખો અવાજ આવી રહ્યો છે. બંગાળના દરેક ઘરમાંથી એક જ અવાજ આવી રહ્યો છે. બંગાળના દરેક લોકોના મુખથી એકસરખો અવાજ આવી રહ્યો છે. ‘દો મોઇ આછે, દીદી જાશે. દીદી જૉછે, ઑશોલ પરિવર્તન આછે’.

2. મમતા બેનર્જી પર નિશાન સાધતાં કહ્યું- તૃણમૂલનાં પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે

મોદીએ કહ્યું હતું કે દીદી ઓ દીદી! આજે પશ્ચિમ બંગાળ પૂછી રહ્યું છે કે અંફાનના પગલે અપાયેલી રાહત કોણે લૂંટી? ગરીબોનો ખોરાક કોણે લૂંટ્યો? અંફાનની રાહત કોણે લૂંટી. અંફાનના કારણે બરબાદ થયેલા લોકો હજુ પણ એક છાપરાવાળા મકાનમાં રહેવા માટે મજબૂર કેમ છે? જ્યારે દીદીની જરૂરત હોય ત્યારે તો તેઓ દેખાતાં નથી, પરંતુ ચૂંટણી આવે એટલે તરત સરકાર લોકોનાં દ્વારે આવી જાય છે. આ જ તો દીદીનો ખેલ છે. પશ્ચિમ બંગાળ પણ હવે તો દીદીની રણનીતિને સમજી ગયું છે અને 2 મહિનામાં દીદીને બહારનો રસ્તો બતાવશે. દીદી! ઓ દીદી! અરે ઓ દીદી, તૃણમૂલના પાપનો ઘડો ભરાઈ ગયો છે.

3. બંગાળના વિકાસના બહાને મહિલા મતદાતાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે માતાઓ-બહેનો TMCને ચૂંટણીમાં વળતો જવાબ આપવા માટે ઘરની બહાર મેદાને ઊતરી ગયાં છે. હું જ્યાં જોઉં છું ત્યાં લોકોનું ઘોડાપૂર નજરે પડી રહ્યું છે. અત્યારે અહીં એટલા બધા સમર્થકો છે કે મેદાન નાનું પડી રહ્યું છે. દીદી, તમે સાંભળી પણ નથી રહ્યાં, તમારે આ નજારો જોવાની જરૂરી છે. બંગાળની મહિલાઓએ TMCના ખેલને સમાપ્ત કરવાની તૈયારીઓ હાથ ધરી દીધી છે અને બંગાળને વિકાસના માર્ગે ગતિમાન કરવા આતુર છે. હું અહીં વચન આપવા આવ્યો છું કે બંગાળના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે સંપૂર્ણ સમર્પણ આપીશું.

4. મમતાના ચૂંટણી વિસ્તાર નંદીગ્રામની જનતાને સંબોધ્યા

દીદી, તમે નંદીગ્રામની જનતાને બદનામ કરી રહ્યા છો. તેઓના પર ખોટા આક્ષેપો કરી રહ્યા છો. દીદી નંદિગ્રામના ગૌરવપૂર્ણ લોકો તમને અવશ્ય સજારૂપી વળતો જવાબ આપશે. તૃણમૂલ હિંસા, અત્યાચારના અંધકારથી દીદીની તૃણમૂલે માત્ર ભ્રષ્ટાચાર જ ભેટ આપ્યો છે. અમારી સરકાર સોનાર બાંગ્લા આપશે.

5. PMએ કહ્યું- બંગાળને બોમ્બ-બંદૂક અને હિંસાથી મુક્તિ જોઈએ છે

મોદીએ કહ્યું હતું કે દીદીના રાજમાં અહીંયા હિંસા અને બોમ્બ ધમાકાના જ સમાચારોની ખબરો સામે આવે છે. ધમાકાઓ એટલા પ્રચંડ હોય છે કે, આખે-આખા ઘરો પણ ધરાશાયી થઈ જાય છે. આ સ્થિતિને આપણે બધાએ સાથે મળીને બદલવાની જરૂર છે. બંગાળને શાંતિ અને સ્થિરતા જોઈએ છે અને બોમ્બ-બંદૂકો-હિંસાથી મૂક્તિ જોઈએ છે.

બંગાળમાં 8 ફેઝમાં ચૂંટણી યોજાશે

પશ્ચિમ બંગાળમાં આ વખતે 8 તબક્કાઓમાં મતદાન યોજાશે. 294 બેઠકોવાળી વિધાનસભાની વોટિંગ 27 માર્ચ (30 બેઠકો), 1 એપ્રિલ (30 બેઠકો), 6 એપ્રિલ (31 બેઠકો), 10 એપ્રિલ ( 44 બેઠકો), 17 એપ્રિલ (45 બેઠકો), 22 એપ્રિલ (43 બેઠકો), 26 એપ્રિલ (36 બેઠકો), 29 એપ્રિલ (35 બેઠકો)માં યોજાશે. મતગણતરી 2મે ના રોજ થશે. મતદાન આ વખતે પશ્ચિમ બંગાળમાં. 29 માર્ચ (30 બેઠકો), 1 એપ્રિલ (30 બેઠકો), 6 એપ્રિલ (31 બેઠકો), 10 એપ્રિલ (44 બેઠકો), 17 એપ્રિલ (45 બેઠકો), 22 એપ્રિલ (43 બેઠકો), 26 એપ્રિલ 294 બેઠકોની વિધાનસભા માટે મતદાન (36 બેઠકો) 29 એપ્રિલ (35 બેઠકો) પર યોજાવાની છે. મતગણતરી 2 મેના રોજ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular