કેરળમાં અનરાધાર, વરસાદ અને પૂરના કારણે 315 કેમ્પ શરૂ કરાયા

0
9

કેરળમાં ભારે વરસાદ બાદ પૂરના કારણે સ્થિતિ વધારે બગડી છે. એર્નાકુલ્લમ, ત્રિશૂર, પઠાનમથિટ્ટા અને મલપ્પુરમ જિલ્લામાં મોડી રાત્રે વરસાદ પડ્યો. વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. જ્યારે ભારે વરસાદથી કોચ્ચિ એરપોર્ટ પર હવાઈ સેવાને અસર પડી છે.

વહીવટી તંત્ર દ્વારા એરપોર્ટને બંધ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે પૂરના કારણે અત્યાર સુધીમાં 22 હજાર 165 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 315 રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. કેરળની સીએમ પિનરાઈ વિજયનને ગુરૂવારે રાત્રે રાજ્યમાં પૂરની સ્થિતિ અંગે સમીક્ષા કરી અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.

હવામાન વિભાગે ઝડુક્કી, મલપ્પુરમ, કોઝિકોડમાં વરસાદનું રેડ એલર્ટ જ્યારે ત્રિશૂર, પલક્કડ, વાયનાડ, કન્નૂર અને કાસરગોડમાં ઓરેંજ એલર્ટ જાહેર કર્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here