ખંભાળિયામાં પ્રેમી યુવાન સાથે ભાગી ઘરે પરત ફરી પોક્સો હેઠળ ગુનો નોંધાવ્યો, સગીરાએ પ્રેમી સાથે લગ્ન ન થઇ શકતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી

0
0

ખંભાળિયામાં 17 વર્ષ સગીરા એક યુવાનના પ્રેમમાં પડી હતી. બાદમાં બંનેના લગ્ન માટે પરિવારજનો માનશે નહીં તેવુ સમજી ભાગી ગયા હતા. થોડા સયમ બાદ બંને પોતપોતાના ઘરે પાછા આવતા રહ્યાં હતા. બાદમાં સગીરાએ પ્રેમી યુવાન વિરૂદ્ધ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. આથી પોલીસ યુવાનની ધરપકડ કરી હતી. હાલ યુવાન જેલમાં છે ત્યારે સગીરાએ પ્રેમી સાથે લગ્ન ન થઇ શકતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.

સગીરાએ પોતાના ઘરમાં જ પંખામાં દોરડું બાંધી ગળેફાંસો આપઘાત કર્યો

ખંભાળિયાના બંગલાવાડી ધી ડેમના રસ્તે રહેતી સગીરાએ પોતાના ઘરે રૂમમાં પંખામાં દોરડું બાંધી ગળેફાંસો ખાઇ લેતાં મોત નીપજયું હતું. બનાવ અંગે ખંભાળીયા પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર સગીરાને ખંભાળિયાના જ રાવલીયા પાડામાં રહેતાં યુવાન સાથે પ્રેમ સંબંધ હતો. આથી બન્ને થોડા સમય પહેલાં ભાગી ગયા હતા અને સગીરા તેમની સાથે ત્રણ-ચાર દિવસ રહી પરત આવી ગઇ હતી.

સગીરાને જેલમાં રહેલા પ્રેમી યુવાન સાથે જ કરવા હતા

બાદમાં સગીરાએ યુવાન વિરૂદ્ધ અપહરણ તથા પોકસો હેઠળ ફરિયાદ નોંધાવતાં પોલીસે યુવાનની ધરપકડ કરી હતી અને જામનગર જેલ હવાલે કર્યો હતો. આ પછી મૃતક સગીરાને યુવાન સાથે જ લગ્ન કરવા હતા અને હાલ તે જેલમાં હોવાથી અને સગીરાની ઉંમર નાની હોવાથી લગ્ન ન થઇ શકતાં તેનું લાગી આવતાં ગઇકાલે આ પગલું ભરી લીધું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. વધુ તપાસ ખંભાળીયા પોલીસ ચલાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here