Thursday, April 18, 2024
Homeકોરોના અપડેટસુરતમાં કોરોના : સંક્રમણના ધીમી ગતિએ પગરવ વચ્ચે વેક્સિનેશનની કામગીરી તેજ કરાઈ

સુરતમાં કોરોના : સંક્રમણના ધીમી ગતિએ પગરવ વચ્ચે વેક્સિનેશનની કામગીરી તેજ કરાઈ

- Advertisement -

શહેર અને જિલ્લામાં ધીમા પગલે કોરોના સંક્રમણ આગળ વધી રહ્યું છે. ત્યારે કોરોનાને કાબૂમાં રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી તેજ કરવામાં આવી છે. ગત રોજ શહેરમાં 4 અને જિલ્લામાં 2 કેસ મળી 6 કેસનો વધારો થયો છે. જેથી પોઝિટિવ કેસનો આંક 143790 પર પહોંચી ગયો છે. બીજી તરફ પાલિકા દ્વારા કોરોના વિરોધી રસીકરણ તેજ કરી દેવામાં આવ્યું છે. આજે શહેરના 191 સેન્ટર પર રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

એક્ટિવ કેસની સંખ્યામાં વધારો

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેરમાં ગત રોજ 4 અને જિલ્લામાં 2 કેસ સાથે કોરોનાના વધુ 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી કુલ સંખ્યા 143790 થઈ છે. એક પણ મોત ન થતાં મૃત્યુઆંક 2115 પર યથાવત છે. 3 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા રજા અપાઈ હતી. કુલ 141587 દર્દીઓ સાજા થયા છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 88 થઈ ગઈ છે.

વેક્સિનેશનમાં સુરત અવ્વલ

સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશન મહા અભિયાનને લઈને પહેલાથી જ ખૂબ જ સક્રિય રીતે આયોજન કરવાનું શરૂ રાખ્યું હતું. જેને પરિણામે આજે સુરત મહાનગરપાલિકા રાજ્યની અન્ય મોટા મહાનગરપાલિકાની સરખામણીએ સૌથી પહેલા 100% વેક્સિનેશન કરાવવામાં સફળ રહી છે. કોરોના રસીના બે ડોઝ લેવા ફરજિયાત છે. જેમાં સુરત શહેરના તમામ લોકોને ફર્સ્ટ ડોઝ આપવામાં સુરત મહાનગરપાલિકા સફળ રહી છે.

આજે 191 સેન્ટર પર રસીકરણ

શહેરમાં આજે કોરોના વિરોધી રસીકરણ 191 સેન્ટર પર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 133 સેન્ટર પર કોવિશિલ્ડ અને 2 સેન્ટર વિદેશ જનારા માટે ફાળવવામાં આવ્યાં છે. જ્યારે 46 સેન્ટર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનાર માટે ફાળવાયાં છે. જ્યારે 10 સેન્ટર પર કોવેક્સિનની રસી આપવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular