કચ્છમાં કરંટ ગોઠવી પ્રાણીઓના શિકાર કરતી ટોળકી ઝડપાઈ છે જેમાં નખત્રાણાના સાંગનારા ગામમાં 21 પ્રાણીઓના શિકાર થયા હોવાની વાત સામે આવી છે,વન વિભાગે સમગ્ર ઘટનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથધરી છે,ખેતરમાં તારની વાડમાં કરંટ ગોઠવતા અને પ્રાણી જેવું આવે તેવો કરંટ પસાર થતા તેનું મોત થતુ હતું.
કચ્છના જંગલ વિસ્તારમાં તેમજ આસપાસના ગામોમાં પ્રાણીઓનો શિકાર કરતી ટોળકીના બે સભ્યો ઝડપાયા છે,વન વિભાગે આ મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથધરી છે કેમકે 21 પ્રાણીઓના મૃતદેહ મળી આવ્યા છે,જંગલી બિલાડી, નીલગાય, શિયાળના મોત થયા છે અને તે મોત કુદરતી નહી પરંતુ શિકાર કરીને થયા હોવાની વાત સામે આવી છે,વન વિભાગે 2 શખ્સોને ઝડપી પાડી ગુનો પણ નોંધ્યો છે,ત્યારે અગાઉ કેટલા પ્રાણીઓના જીવ લીધા તેને લઈ તપાસ હાથધરી છે.
નખત્રાણાના સાંગનારા ગામમાં બે માસમાં 21 જંગલી જીવોના મોત થયા હોવાની વાત સામે આવી છે,જેમાં ખેતરની ફરતે પાક રક્ષણ માટે લગાવેલ વાડમાં વીજ પ્રવાહ ચાલુ કરી નિર્દોષ પ્રાણીઓના જીવ લેવાયાં છે,વન વિભાગે દરોડો પાડી બે શખ્સોની ધરપકડ કરી છે,સાથે સાથે સ્થળ પરથી શિયાળ અને જંગલી બિલાડીના મૃતદેહ મળી આવ્યા છે અને કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા વન વિભાગ પણ દોડતું થયું છે.પોસ્ટમોર્ટમમાં પ્રાણીઓના મોત વિજશોકના કારણે થયા હોવાનું ખુલ્યું છે.