સુરત : લાજપોર જેલમાં કેદી કોરોના પોઝિટિવ આવતા તંત્ર થયું દોડતું : 29 બેરેકના 2933 કેદીઓના કોરોના ટેસ્ટ કરાયા.

0
6

સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક દિવાળી બાદ 250 પર પહોંચી ગયો છે. ધીમે ધીમે કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. ત્યારે સુરત જિલ્લા લાજપોર જેલમાં કેદી કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. તાત્કાલિક જિલ્લા પંચાયતની મદદથી 29 બેરેકના 2933 કેદીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

જિલ્લા પંચાયતની મદદથી લાજપોર જેલમાં કોરોના ટેસ્ટ કરાયા.
જિલ્લા પંચાયતની મદદથી લાજપોર જેલમાં કોરોના ટેસ્ટ કરાયા.

 

તમામ કેદીના રિપોર્ટ નેગેટિવ આવ્યા

સચિન વિસ્તારમાં આવેલી હાઈટેક લાજપોર જેલમાં કેદી કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં ભાગદોડ મચી ગઈ હતી. તાત્કાલિક 29 બેરેકમાં રહેલા 2933 કેદીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તાવની ફરિયાદવાળા 15 શંકાસ્પદ પણ મળી આવ્યા હતા. જેનો કોવિડ એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે બાકી તમામ કેદીના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

જેલમાં બંધ કેદીઓને મળવા આવતા પરિવારજનોનું પણ થર્મલ સ્કેનિંગ.
જેલમાં બંધ કેદીઓને મળવા આવતા પરિવારજનોનું પણ થર્મલ સ્કેનિંગ.

 

8 મહિના બાદ પહેલીવાર તમામ કેદીઓના કોરોના ટેસ્ટ કરાયા

મહામારીના 8 મહિના બાદ પહેલીવાર તમામ કેદીઓના કોરોના ટેસ્ટ કરાયા હતા. જિલ્લા પંચાયતના ડો. પીયૂષના સહયોગથી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ધન્વંતરી રથની મદદથી 2933 કેદીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેલ અધિકક્ષક નિનામા, ડીવાયએસપી દિનેશ પુદલિક, જેલર શ્રીમાની, જેલના ડોક્ટર ઉમેશ ચૌધરી, ટીએચઓ ડો. હેમાંસુ ગામિતના માર્ગ દર્શન હેઠળ તમામ બેરક અને યાર્ડમાં જઈ ટેસ્ટ કરાયા હતા. ટેમ્પ્રેચર, ઓક્સિજનની ટકાવારી બાદ તપાસ કરી કેદીઓના કોરોના ટેસ્ટ કરાયા હતા.

તમામ કેદીના રિપોર્ટ નેગેટિવ આવતા જેલ તંત્રએ રાહતનો શ્વાસ લીધો.
તમામ કેદીના રિપોર્ટ નેગેટિવ આવતા જેલ તંત્રએ રાહતનો શ્વાસ લીધો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here