લાખણી તાલુકામાં ઠાકોર સમાજ દ્વારા લગ્ન મરણ તેમજ અન્ય સામાજિક પ્રસંગોમાં સુધારા કરાયા.

0
126

લાખણી : દરેક ધર્મ,જ્ઞાતિઓ,સમાજ ના પોત પોતાના રૂઢિગત,પરંપરાગત નિયમો હોય છે,દેશનું બંધારણ પણ વિવિધ રૂઢિઓ,પરંપરાઓ ને સમર્થન કરે છે,દરેક સમાજ માં લગ્ન,મરણ,તેમજ અન્ય સામાજિક પ્રસંગોમાં જુદા જુદા રીતરિવાજો હોય છે,સમાજની પ્રણાલીગત રૂઢિઓ માન્યતાઓ અનુસાર સામાજિક પ્રસંગો કરાય છે,આજના સમયને અનુરૂપ દેખા દેખીથી વધતા જતા ખર્ચાઓ પર અંકુશ રાખવા માટે દરેક સમાજમાં સામાજિક નીતિ નિયમો ઘડાય છે,ત્યારે ગુજરાતમાં સૌથી મોટી વસ્તી ધરાવતા ક્ષત્રિય ઠાકોર સમાજમાં પણ વિવિધ ગોળ,વિસ્તાર મુજબ જુદાજુદા સામાજિક રીતરિવાજો હોય છે,જેમાં સમાજમાં જાગૃતિ આવતાં સમયાંતરે સમાજના બુદ્ધિજીવીઓ,શિક્ષિતો,વડીલો દ્વારા સમયને અનુરૂપ સામાજિક સુધારા કરાય છે.

વર્તમાન સમય ને લઈ સામાજિક સુધારણા કરાતાં સમાજ સામાજિક આર્થિક રીતે મજબૂત બનશે.

રવિવારે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા લાખણી ખાતે ચિત્રોડા ગુરુ મંદિરમાં સમાજના વડીલો,યુવાનો,અને બુદ્ધિજીવીઓ ની ઉપસ્થિતિમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં તમામ પ્રકારના પ્રસંગોમાં કેફી પદાર્થોની બંધી કરવામાં આવેલ,ઉપરાંત બોલામણામાં ઓઢામણા અને  બાળકોની ઢુંઢ વખતે કસુંબા ની પ્રથા બંધ કરેલ,ઉપરાંત લગ્ન,મરણ,મામેરા જેવા પ્રસંગોમાં પણ સમય અનુરૂપ મોટા સુધારા કરવામાં આવેલ,લગ્ન પ્રસંગોમાં D.J વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ,અને ખાસ કરીને સગાઈ કરવા જાય ત્યારે માત્ર પુરુષોએ જ જવું,મહિલાઓ ને નહિ,અને મેળાઓ,મેળાવડામાં ચાલતા કે વાહનમાં દીકરીઓ મહિલાઓ ને જવા પર પ્રતિબંધ લાદવામાં આવેલ,દેશમાં વધતા જતા,છેડતી,દુષ્કર્મ,જેવા કિસ્સાઓ ને લઈ મહિલાઓની સુરક્ષા ને ધ્યાને રાખી ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ધાર્મિક સ્થળોએ યોજાતા મેળાઓમાં મહિલાઓ ને જવા પર પ્રતિબંધ લાદવામાં આવે તેવો સુધારો કરવામાં આવેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે આજના મૂડીવાદી જમાનામાં દરેક સમાજમાં વિવિધ પ્રસંગોમાં અમાપ ખર્ચ કરાય છે,અને બિનજરૂરી ખર્ચને લઈ લોકો દેવામાં ડૂબી જઈ છેવટે હેરાન પરેશાન થઈ જાય છે,મોટે ભાગે ખેતી પશુપાલન અને ખેતમજૂરી પર નિર્ભર સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગની કેટેગરીમાં આવતા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સમયને અનુરૂપ દરેક બાબતોમાં સામાજિક સુધારણા કરવાની જરૂરિયાત કગે,એવા સમયે લાખણી તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા વિવિધ સામાજિક પ્રસંગોમાં કરાયેલ ઉપરોક્ત સુધારાને લઈ પૈસાદાર અને ગરીબ વર્ગ સામાન્યતઃ દરેક પ્રસંગો સાદગીથી કરી શકશે.

લાખણી ઠાકોર સમાજના આગેવાન સવજીજી ઠાકોરે જણાવ્યું હતું કે સમાજમાં ઘણા કુરિવાજો હતા અને ખોટા ખર્ચમાં સમાજ વધતા હતા એટલે સામાજિક આગેવાનો સાથે મળી ને આ નિર્ણય લીધો છે સમાજ શિક્ષણ તરફ વળે અને ખોટા ખર્ચમાંથી બચી શકે તેવા પ્રયત્ન કરીશું.

અહેવાલ :મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here