પતિના મોત પછી સાસરીમાં રહેતી પરિણીતાને હેરાન કરતા સાસરિયા

0
10

પતિના મોત પછી સાસરીમાં રહેતી પરિણીતાને હેરાન કરતા સાસરિયાઓ દ્વારા પિયરમાંથી દશ લાખ લઇ આવવા માટે અવારનવાર ત્રાસ ગુજારવામાં આવતો હતો. અને સસરા તથા દિયેર દ્વારા બીભત્સ માંગણી કરવામાં આવતી હતી. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના હાથીખાના વિસ્તારમાં રહેતી પરિણીતાના પતિનું વર્ષ 2015માં અવસાન થયુ હતુ. ત્યારબાદ બે સંતાનો સાથે સાસરીમાં રહેતી પરિણીતા પર સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હતો. અને નાની બાબતોમાં ઝઘડો કરી માર મારી પિયરમાંથી 10 લાખ રૂપિયા લઇ આવવાનું દબાણ કરવામાં આવતુ હતુ. એટલુ જ નહી પણ રાતે તેના બેડરૂમની ચાવી છીનવી લઇ પરિણીતાને તેના સસરા સાથે સુવાની ફરજ પાડવામાં આવતી હતી.

સસરા અશ્લીલ સાંકેતિક ઇશારા કરીને કહેતા હતા કે, તારો પતિ મરી ગયો છે. પણ હું હજી જીવુ છું. પરિણીતાને તેના દિયેર દ્વારા પણ આ રીતે હેરાન કરવામાં આવતી હતી. જે અંગે પરિણીતાએ સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here