Friday, February 14, 2025
HomeબોલીવૂડBOLLYWOOD : 'સાસરિયા પક્ષે મારું કરિયર બરબાદ કર્યું, પતિએ દગો કર્યો

BOLLYWOOD : ‘સાસરિયા પક્ષે મારું કરિયર બરબાદ કર્યું, પતિએ દગો કર્યો

- Advertisement -

કનિકા કપૂર બોલિવૂડની જાણીતી સિંગર છે. તેણે ઘણા હિટ ગીત ગાયા છે, જેમાં બેબી ડોલ, ચિટ્ટિયા કલાઈયા જેવા સુપરહિટ ગીત સામેલ છે. કનિકાની પ્રોફેશનલ લાઈફ ખૂબ અમેજિંગ રહી છે, પરંતુ પર્સનલ લાઈફમાં તેણે ખૂબ ઉતાર-ચઢાવ જોયા છે.

કનિકાને બાળપણથી જ સિંગિંગનો શોખ હતો. તે મ્યૂઝિકમાં કરિયર બનાવવા ઈચ્છતી હતી પરંતુ વર્ષ 1999માં લગભગ 18 વર્ષની ઉંમરમાં તેના લગ્ન NRI રાજ ચંદોક સાથે થઈ ગયા. લગ્ન બાદ તે પતિ સાથે લંડન જતી રહી હતી. લગ્ન બાદ કનિકા ત્રણ બાળકોની માતા બની, તેને બે પુત્રીઓ અને એક પુત્ર છે.

કનિકા કપૂરે જણાવ્યું હતું કે ‘લગ્નના સમયે સાસરિયાઓએ મારી સામે શરત મૂકી હતી કે હું પ્રોફેશનલી ગીત ન ગાઉં.દરમિયાન મે પતિ અને સાસરિયાઓ સાથે ડીલ કરી હતી કે હું પ્રોફેશનલી ગાઈશ નહીં પરંતુ પોતાના માટે પ્રેક્ટિસ કરતી રહીશ.’ કનિકા આ લગ્નથી ખુશ નહોતી. ઘણા વર્ષો સુધી સંબંધ સાચવ્યા બાદ કનિકાએ પતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો.

ઘણા રિપોર્ટ્સ અનુસાર કનિકાનો પતિ તેને ચીટ કરી રહ્યો હતો. તેણે તેના પતિને પકડ્યો હતો, જે બાદ તેણે 2012માં ડિવોર્સ લઈને પતિથી પોતાનો રસ્તો અલગ કરી દીધો હતો. ડિવોર્સ બાદ પણ કનિકાએ મુશ્કેલ સમય જોયો કેમ કે તેની ઉપર ત્રણ બાળકોના ઉછેરની જવાબદારી હતી.

તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘રૂપિયા નહોતાં. ડિવોર્સથી પસાર થઈ અને લોયર્સ રૂપિયા માગતા હતા. ત્રણ બાળકો પણ હતાં, જેમને ફી જમા ન થવાના કારણે સ્કુલમાંથી કાઢી મૂકાયા હતા પરંતુ તે સમયે મને પોતાની માતા અને ભાઈથી ખૂબ સપોર્ટ મળ્યો હતો. મારા ઘણા મિત્રોએ પણ મારો સાથ આપ્યો હતો.’

ડિવોર્સ બાદ કનિકાએ 43ની ઉંમરમાં એક NRI બિઝનેસમેન ગૌતમ હાથીરમણિ સાથે વર્ષ 2022માં બીજા લગ્ન કર્યા હતા. ખાસ વાત એ છે કે તેમના બીજા લગ્નમાં ત્રણેય બાળકો પણ હાજર હતાં. સિંગરનો પુત્ર તેને મંડપ સુધી લઈને આવ્યો હતો. બંને પુત્રીઓ ફેરાના સમયે કનિકાની સાથે રહી. બીજા લગ્ન બાદ કનિકા સુખી જીવન જીવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular