બોટાદ : આગની ત્રણ ઘટના : લીંબાળી ગામે ફટાકડાનો તણખો દુકાનમાં પડતા દુકાન સળગી : ગઢડામાં મકાન અને કારમાં પણ આગ લાગી

0
8

ગઈકાલે દિવાળી તહેવાર હતો ત્યારે સૌરાષ્ટ્રમાં સાંજ પડતા જ ફટકડાની આતશબાજીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. દિવાળીની ઉજવણીની સાથોસાથ આગજનીની ઘટના પણ બની હતી. બોટાદ જિલ્લામાં આગજનીની ત્રણ ઘટના બની હતી. જેમાં બોટાદના લીંબાળી ગામે ફટાકડાનો તણખો દુકાનમાં પડતા દુકાન ભડભડ સળગી ઉઠી હતી. તેમજ ગઢડામાં બંધ મકાનમાં અને બોટાદના હોન્ડા સિટીમાં આગ લાગી હતી.

બોટાદના લીંબાળી ગામમાં દુકાનમાં આગ લાગી

બોટાદના લીંબાળી ગામે ગઈકાલે રાત્રિના સમયે દિવાળીની ઉજવણીમાં મસ્ત બનીને ગામમાં ફટાકડા ફૂટી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તણખો દુકાનમાં પડવાના કારણે આગ લાગી હતી. આગ જોતજોતામાં દુકાનમાં પ્રસરી હતી. આથી દુકાનમાં પડેલી વસ્તુઓ ભડભડ સળગવા લાગી હતી. આગની જાણ થતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને સતત પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લીધી હતી. આગમાં દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

ગઢડામાં બંધ મકાનમાં આગ લાગી
(ગઢડામાં બંધ મકાનમાં આગ લાગી)

 

ગઢડામાં બંધ મકાનમાં આગ લાગી

બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલા વાઢાળા ચોક વિસ્તારમાં બંધ મકાનમાં આગ લાગી હતી. ફટાકડાના કારણે મકાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. બીજી ઘટનામાં કાળુભા રોડ શ્રેયસ અર્ચના ફ્લેટ પાસે હોન્ડા સિટી કારમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર ફાઈટર સાથે દોડી જઈને પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here