કોરોના ઈન્ડિયા : 90,651 કેસ : એક દિવસમાં સૌથી વધારે 4,792 કેસ વધ્યા, મહારાષ્ટ્રમાં આંકડો 30 હજારને પાર

0
0
  • પંજાબમાં લોકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યું, પણ કર્ફ્યૂ 18 મેથી લાદવામાં આવશે નહીં
  • જમ્મ-કાશ્મીરમાં એક દિવસમાં સૌથી વધારે 108 દર્દી મળ્યા, તેમાંથી 12 સગર્ભા મહિલાઓ
  • રેલવે પ્રધાને કહ્યું-કલેક્ટર શ્રમિકોની યાદી મોકલે, અમે જીલ્લામાં સ્પેશ્યલ ટ્રેન મોકલશું

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 90 હજાર 651 થઈ ગઈ છે. શનિવારે એક દિવસમાં સૌથી વધારે 4,792 દર્દી વધ્યા છે તો 3,979 દર્દીને સારું થઈ ગયુ છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 30 હજાર થયો છે ત્યારે ગુજરાત અને તમિનાડુમાં 10 હજારને પાર થઈ ગયો છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકારો પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્ર આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 90 હજાર 927 સંક્રમિત છે. 53 હજાર 946 દર્દીનો ઈલાજ ચાલી રહ્યો છે. 34 હજાર 108ને સારું થઈ ગયું છે. જ્યારે 2,872 લોકોના મોત થયા છે.

અપડેટ્સ—

  • શનિવારે મહારાષ્ટ્રમાં 1606, ગુજરાતમાં 1057, તમિલનાડુમાં 477, દિલ્હીમાં 438, રાજસ્થાનમાં 213, ઉત્તર પ્રદેશમાં 201, મધ્ય પ્રદેશમાં 195, પશ્ચિમ બંગાળમાં 115, બિહારમાં 112, જમ્મૂ-કાશ્મીરમાં 108 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
  • ગુજરાતમાં 700 સુપર સ્પ્રેડર કોરોના પોઝિટિવ મળ્યા છે. આરોગ્ય સેતુ એપથી એલર્ટ મળ્યા બાદ પ્રશાસને આ માટે અભિયાન ચલાવ્યું હતું. ફળ, શાકભાજી, દૂધ જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના કારોબાર સાથે જોડાયેલા લોકોને સુપર સ્પેડર કહે છે. તેઓ અનેક લોકોના સંપર્કમાં આવે છે. તેનાથી સંક્રમણ ફેલાવાનું જોખમ વધી જાય છે.
  • રેલવે પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું છે કે અમે કોઈ પણ જિલ્લામાં શ્રમિક સ્પેશ્યલ ટ્રેન મોકલવા માટે તૈયાર છીએ. કલેક્ટર તેમને ત્યાં ફસાયેલા શ્રમિકોની યાદી રેલવે નોડલ અધિકારીઓ સુધી પહોંચાડી શકે છે. રેલવે 15 મે સુધી 1074 સ્પેશ્યલ ટ્રેનોથી 14 લાખ લોકોને તેમના રાજ્યોમાં મોકલી આપી ચુક્યા છે.
  • પંજાબમાં લોકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યું છે, પણ કર્ફ્યૂ 18 મેથી નહીં લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કેન્દ્ર સરકારને દેશવ્યાપી લોકડાઉન લાગૂ કરવા માટે સૂચન કર્યું છે. મિઝોરમે પણ પોતાને ત્યાં લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે.

5 દિવસ કે જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ સામે આવ્યા

 દિવસો કેસ
16 મે 4792
10 મે 4311
14 મે 3943
15 મે 3736
13 મે 3725

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here