સુરત : મહિધરપુરા હીરા બજારમાં મોઢે અડધું માસ્ક પહેરીને ફરતા યુવાનો પર પોલીસે દંડા વડે ટેટુ બનાવ્યા.

0
4

સુરત શહેરના મહિધરપુરા હીરા બજારમાં મોઢે અડધું માસ્ક પહેરીને ફરતા યુવાનો પર પોલીસે દંડા વડે ટેટુ બનાવ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. હીરા દલાલ અને 60 વર્ષના વૃદ્ધ સહિત 5ને પોલીસ સ્ટેશનમાં લઇ જઇ PI સહિત 15 પોલીસ કર્મચારીઓ ઢોરની જેમ ફટકાર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

માર માર્યો છતાં 1000 રૂપિયાનો દંડ પણ ભર્યો.
માર માર્યો છતાં 1000 રૂપિયાનો દંડ પણ ભર્યો.
પોલીસે દંડા વડે 5 જણાને નિર્દયતાથી ફટકાર્યા
અડાજણ-પાલ વિસ્તારમાં આવેલા સમ ચિતમની એપાર્ટમેન્ટમાં રહેતા હીરા દલાલ મોક્ષ પ્રવિનચંદ વડેચા (ઉ.વ. 35) ને સારવાર માટે સિવિલ લવાયો હતો. આજે સવારે સિવિલ આવેલા મોક્ષની પીઠ અને જાંગ પાછળ અસંખ્ય ઇજાના નિશાન હતા. મોક્ષે જણાવ્યું હતું કે, ગુરુવારની રાત્રે મારી મહિધરપુરા હીરા બજારની ઓફીસના પાર્કિગમાંથી બહાર નીકળતા જ પોલીસે જબરજસ્તી પકડી તૂટી પડ્યા હતા. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં લઈ જઈ 7:45 થી 8:15 સુધી દંડા વડે 5 જણાને નિર્દયતાથી ફટકાર્યા હતા. હું કહું છું મારું કમર પર ઓપરેશન થયું છે છતાં પોલીસ દંડા અને કોણીથી મારતા જ રહ્યા હતા. માસ્ક મોઢે નાક નીચે ઉતરી જવાની સજા તાલિબાની કરતા વધારે કુરતાપૂર્વકની આપી છે.

 

ઈજાઓના આધારે હીરા દલાલને સર્જરી અને ઓર્થો વિભાગમાં રિફર કર્યા

મોક્ષે વધુમાં જણાવ્યું હતું કે, અમે નાગરિક છીએ આતંકવાદીઓ નથી. દંડ લઈને પણ પોલીસ પાઠ ભણાવી શકે છે. 60 વર્ષના વૃદ્ધને પણ મારી સામે જ માર્યા છે. માંડવીના ત્રણ યુવાનોની ચિચિયારી બાદ પણ પોલીસના દંડા શરીર પર વરસતા જ રહ્યા હતા. પીઆઈ જાતે દંડા લઈ મારી રહ્યા હોવાની ઘટના શરમજનક છે. મે 1000 રૂપિયાનો દંડ પણ ભર્યો છે. હાલ તો મોક્ષની ઈજાઓ જોઈ સિવિલના મેડિકલ ઓફિસરે સર્જરી અને ઓર્થો વિભાગમાં રિફર કર્યા છે.

કલેક્ટર અને પોલીસ કમિશનરને રજૂઆત કરશે

મોક્ષના ઈજાઓના આધારે એમએલસી કેસ નોંધાયો છે. જેના આધારે સર્ટિફિકેટ લઈને કલેક્ટર અને પોલીસ કમિશનરને રજૂઆત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જો આ બંને તરફથી યોગ્ય રિસ્પોન્સ નહીં મળે તો કોર્ટમાં કેસ કરવાની પણ તૈયારી દર્શાવી છે.