અમદાવાદ : મેઘાણીનગરમાં સોપારીના વેપારીએ ઉછીના રૂપિયા ન ચૂકવતા લેણદારે તેની એકટીવા સળગાવી દીધી

0
6

અમદાવાદ. મેઘાણીનગર વિસ્તારમાં ઉછીના રૂપિયા લઈને સમયસર ન આપતા રૂપિયા આપનાર વ્યક્તિએ લેણદારની ઘરની બહાર જઈને તેની એક્ટિવા સળગાવી નાખી હતી. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. હાલ પોલીસે આ સંદર્ભે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાઈક સળગતા લોકોએ બુમાબુમ કરી નાખી હતી
મેઘાણીનગરમાં આવેલી રામચંદ્ર કોલોનીમાં રહેતા કમલેશભાઈ પ્રજાપતિ પોતાના ઘરે સુતા હતા. ત્યારે આજુબાજુમાંથી બુમો પડતા તેઓ ઘરની બહાર દોડીને ગયા હતા. તેમણે જોયું તો તેમનું પાર્ક કરેલું એક્ટિવા સળગી રહ્યું હતું. આસપાસના લોકોએ પાણી નાખીને આગ બુઝાવી હતી.

સમગ્ર ઘટના પડોશીના CCTVમાં કેદ થઈ
આ દરમિયાન તેમની પડોશમાં લાગેલા CCTVની તેમને તપાસ કરી હતી. જેમાં એક વ્યક્તિ તેમની એક્ટિવા સળગાવી રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. તેમને તપાસ કરતા આ વ્યક્તિ મનીષ પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું હતું.

એક્ટિવાના માલિકને પૈસા ચૂકવવાના બાકી હતા
કમલેશ ભાઇએ મનીષ પાસેથી રૂપિયા લીધા હતા. જેમાંથી તેમને થોડા ચૂકવી દીધા હતાં. પણ બીજા ચૂકવવાના બાકી હતા. હાલ કમલેશભાઈએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ CCTVના આધારે તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here