મહેસાણામાં પ્રેમી યુગલે આત્મહત્યા કરી, કેનાલમાંથી બંનેની લાશો બહાર કાઢવામાં આવી

0
27

મહેસાણા: મહેસાણામાં યુવક-યુવતીએ પોતાના પરિવારજનો લગ્ન ન કરાવતા હોવાને કારણે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવક યુવતી બંનેએ મહેસાણા ડેલા પાસેની સુજલામ સુફલાનમ કેનાલમાં પડીને આપઘાત કરી લીધો છે. આ અંગે તેમણે મરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો જેમાં તેમના લગ્ન કરાવતા નથી તેવી વાત મુકી હતી અને પોતે મરવા જઈ રહ્યા હોવાનું કહ્યું હતું. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણાથી મળી રહેલી માહીતી પ્રમાણે શંકરપુરા ગામના યુવક યુવતી કે જેમાં યુવકનું નામ વિશાલ કનુજી અને યુવતીનું નામ પૂનમ છનાજી છે તેમણે આત્મહત્યા કરી લીધી છે. હાલ સોશ્યલ મીડિયા પર તેમના મોતની તસવીરો અને એક વીડિયો ફરતો થયો છે જેમાં કહેવાયું છે કે અમે મરવા જઈએ છીએ, અમને પૈણાવતા નથીને. બસ આટલું બોલીને વીડિયો પુરો થાય છે. વીડિયોમાં યુવક એક વખત કેનાલ પણ બતાવે છે કે અમે અહીં મરવાના છીએ.