મહેસાણા જિલ્લામાં 11 દિવસ બાદ કોરોનાના 14 કેસ નોંધાયા, 42 સાજા થયા

0
0

મહેસાણા જિલ્લામાં 11 દિવસ બાદ રવિવારે કોરોનાના 15થી ઓછા એટલે કે 14 કેસ આવ્યા હતા. આ અગાઉ 12 ઓક્ટોબરે 14 કેસ નોંધાયા હતા. નવા 14માં સૌથી વધુ ઊંઝા તાલુકામાં 6, વિસનગરમાં 3, મહેસાણા અને વિજાપુર 2-2 તેમજ બહુચરાજીમાં એક કેસ નોંધાયો છે. શહેરી અને ગ્રામ્યમાં 7-7 કેસનો સમાવેશ થાય છે.

આ તમામ દર્દીઓને આઇસોલેટ કરી તેમના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ કરાયા હતા. જ્યારે 42 દર્દીઓ સાજા થતાં તેમને રજા અપાઇ હતી. હાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ 304 એકટીવ કેસ છેે. તો 54 વ્યક્તિઓનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here