મહેસાણાના ​​​​​​​ગોઠવા ગામે રિસાઇને બેઠેલી પત્નીથી કંટાળી પતિએ ફિનાઇલ પીધું, ગોઠવાના યુવાનને મહેસાણા સિવિલમાં લવાયો

0
0

વિધવા સાથે લગ્ન કરી પરિવારનો સામનો કરનારા ગોઠવાના યુવાને રિસાઇને પિયરમાં બેઠેલી પત્નીથી કંટાળીને ફિનાઇલ પી જઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં યુવાનને મહેસાણા સિવિલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. ગોઠવાના અમરસિંહ નારણભાઇ લુહાર તબીબે કરેલી પૂછપરછ દરમિયાન રડતી હાલતમાં કહ્યું કે, પરિવારની મરજી વિરુદ્ધ બે સંતાનોની માતા એવી વિધવા સાથે લગ્ન કર્યા હતા. કોઇ કારણોસર આઠ મહિનાથી રિસાઇને વડોદરા પિયર ચાલ્યા ગયા બાદ પરત આવવાનો પત્ની ઇન્કાર કરી રહી છે અને સાસરિયાં મારી નાખવાની ધમકી આપે છે. વૃદ્ધ માતા-પિતાને હાલમાં જમાડવા સહિતની જવાબદારી વચ્ચે કામધંધો કરતા અમરસિંહે પત્નીને પરત લાવવા પ્રયાસ કર્યો હતો. પરિવારે મોકલવાનો સ્પષ્ટ ઇન્કાર કરી ધમકી આપતાં ફિનાઇલ પીધું હોવાનું જણાવ્યું હતું. સિવિલ પોલીસે યુવાનનું નિવેદન લેવા તજવીજ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here