Thursday, August 5, 2021
Homeમોડાસામાં LLBની પરીક્ષામાં ગેરરીતિ આચરવાની ઘટના સામે આવી
Array

મોડાસામાં LLBની પરીક્ષામાં ગેરરીતિ આચરવાની ઘટના સામે આવી

મોડાસાની એક કોલેજના પ્રિન્સિપાલે પોતાની એલ.એલ.બીની પરીક્ષા આપવા પટાવાળાને બેસાડ્યા હોવાના મામલે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ટીમે તપાસ કરી રિપોર્ટ તૈયાર કર્યો છે. આગામી 26 તારીખે કારોબારી બેઠક મળનાર હોઈ તેમાં મુકાશે અને રિપોર્ટ અનુસંધાને શું કાર્યવાહી કરવી તે મામલે નિર્ણય લેવાશે. મળતી માહિતી મુજબ આ પ્રિન્સિપાલ અન્ય યુનિવર્સિટી સંલગ્ન કોલેજના છે. પરંતુ વિદ્યાર્થી HNGU સંલગ્ન એલએલબી કોલેજના છે.

યુનિવર્સિટીની ઓનલાઇન એલ.એલ.બી સેમ-1ની પરીક્ષામાં પ્રિન્સિપાલ દ્વારા પોતાના પટાવાળા પાસે તેમની પરીક્ષા અપાઈ હોવાની અરજી અનુસંધાને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જે મામલે કુલપતિના આદેશ અનુસાર ઇ.સી સભ્યની ટીમે કોલેજમાં જઈ પ્રિન્સિપાલના ગેરરીતિ મામલે નિવેદનો લઇ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તપાસ અધિકારી હરેશ ચૌધરીને પૂછતાં તેમણે જણાવ્યું કે તૈયાર કરેલ રિપોર્ટ આગામી 26મી જુલાઈના રોજ વહીવટી ભવનમાં મળનાર કારોબારી બેઠકમાં મુકવામાં આવનાર છે. ઇસી કમિટી રિપોર્ટ આધારે કાર્યવાહી માટે નિર્ણય લેશે.

મોડાસાના પ્રિન્સિપાલ લો કોલેજમાં અભ્યાસ કરે છે
ગેરરિતીમાં ચર્ચાસ્પદ બનેલા પ્રિન્સિપાલ જી.ટી.યુ યુનિવર્સીટી સંલગ્ન એક મોડાસા કોલેજના પ્રિન્સિપાલ છે. અને તેમને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન મોડાસાની જ એક એલ.એલ.બી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે પ્રવેશ લીધો છે તેવું યુનિ.ના સૂત્રોએ જણાવ્યું હતું.

નોકરી સમયના કોલેજમાં લેક્ચર ભરતાં નથી
મોડાસા લો કોલેજના પ્રિન્સિપાલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે જે લોકો સર્વિસ કરતા હોય છે તેમનું એન.ઓ.સી લઈએ છીએ. પરીક્ષાર્થી પ્રિન્સિપાલે એન.ઓ.સી. રજૂ કરેલ છે. સવારની કોલેજ હોય અભ્યાસ માટે આવે છે. ત્યારે તેમની ફરજનો સમય થતા 10:30 પછીના એકાદ લેક્ચર છોડીને જાય છે. જો તેમના લેક્ચર ન હોય તો તેઓની કોલેજમાં લેક્ચર ભરે છે. પ્રવેશ માન્ય છે. મળતી માહિતી મુજબ કોલેજનો સમય 7થી 1:00નો છે અને નોકરીનો સમય 10:30થી 4 :00નો છે.

LLBમાં અભ્યાસ માટે આ નિયમ છે
પાટણ લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ.ક્રીનાને પ્રવેશ પ્રક્રિયા બાબતે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે બાર કાઉન્સિલનો નિયમ છે કે એક્સટર્નલ LLB કરી શકાતું નથી. જેથી LLB દરમ્યાન અન્ય કોઈ નોકરી કે વ્યવસાય કે સાથે અન્ય અભ્યાસ કરતો નથી તેવું એફિડેવિટ માગવામાં આવે છે. જો કદાચ કોઈ ગર્વમેન્ટ કર્મચારી કે અન્ય કર્મી હોય તો તેમણે જે તે સંસ્થાનું કોલેજનો સમય અને ફરજનો સમય અલગ હોય અને કોઈ વાંધો ન હોય તેવી એન.ઓ.સી રજૂ કરવાની હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments