મુંબઈમાં 5457 ઉંદર મારવામાં રેલવેએ દોઢ કરોડ ખર્ચી નાખ્યા!

0
31

મુંબઈ તા.10
મુંબઈમાં માત્ર 5457 ઉંદરો મારવા માટે રેલવેએ દોઢ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે. તેમ છતાં હજુ પુરી રીતે આ સમસ્યા હલ નથી. મુંબઈમાં પાટા પર દોડતી ટ્રેનોને ચલાવવા માટે એક મોટું જટિલ તંત્ર છે. આ સિગ્નલ પ્રણાલી ચલાવવા માટે હજારો બારીક તારો લાગેલી હોય છે, જેમાંથી જો એક પણ કટ થઈ જાય તો સિગ્નલ પ્રણાલી ઠપ્પ થઈ જાય, મતલબ મુંબઈ ઠપ્પ થઈ જાય.


મોટાભાગે આ તારો ઉંદરો કાપી નાખે છે. આ ઉંદરોને કંટ્રોલ કરવા માટે રેલવેએ રોડેટ કંટ્રોલ કરવો પડે છે અને તેના માટે પશ્ર્ચિમ ઝોને છેલ્લા 3 વર્ષમાં 1.52 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે. આ ખર્ચનો સરેરાશ રોજનો ખર્ચ ગણીએ તો રોજ પાંચ ઉંદર મારવા માટે 14 હજારનો ખર્ચ થાય છે. આ માહિતી પશ્ર્ચિમી રેલવે પાસેથી આરટીઆઈથી માંગવામાં આવી હતી. જો કે આ મામલે રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે અહી સવાલ કરોડો રૂપિયાના ખર્ચે ઉંદરો મારવાનો નહીં, પણ આ ખર્ચ રેલવેને નુકશાનથી બચાવવા માટે થઈ રહ્યો છે. જો રોડેન્ટ કંટ્રોલ ન કરવામાં આવે તો ઉંદર યાત્રીઓનો સામાન પણ કોતરી ખાય. અધિકારીએ જણાવ્યું હતું કે જો ટ્રકમાં ખાવા-પીવાનો સામાન નહીં વિખેરવામાં આવે, સફાઈ થશે તો ઉંદર પર નિયંત્રણ કરવામાં સરળતા રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here