નાકરાવાડીમાં 100 વર્ષના વૃદ્ધાએ ઉંમર અને બીમારીથી કંટાળીને ગળે ફાંસો ખાધો

0
4

રાજકોટ તાલુકાના નાકરાવાડીમાં રહેતા જગુબેન હરજીભાઇ ગુદારીવા (ઉ.વ.100)એ પોતાના ઘરે લાકડાંની આડીમાં કાપડ બાંધી ફાંસો ખાઇ લીધો હતો. બનાવ અંગે કુવાડવા પોલીસે જણાવ્યું હતું કે, જગુબેન પુત્ર સાથે રહેતા હતા, તેમનો પુત્ર કામે ગયો હતો ત્યારે ઘરે એકલા રહેલા વૃદ્ધાએ ઉંમર અને બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો હતો.