Friday, August 12, 2022
Homeવડોદરા : નમીસરા ગામમાં છેલ્લા 9 મહિનાથી પિતા સગીર દીકરી સાથે દુષ્કર્મ...
Array

વડોદરા : નમીસરા ગામમાં છેલ્લા 9 મહિનાથી પિતા સગીર દીકરી સાથે દુષ્કર્મ આચરતો : દીકરી સમયસર માસિક ધર્મમાં ન આવતા ફૂટ્યો ભાંડો.

- Advertisement -

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં હવસખોર પિતાએ પોતાની સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે આરોપી પિતાની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પત્ની, પુત્રી અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી

સાવલી તાલુકાના નમીસરા ગામમાં રહેતા દિવાન પરિવાર રહે છે. પરિવારના ફારૂકશા સલીમશા દિવાન(ઉ.38) છકડો રીક્ષા ચલાવે છે. છેલ્લા 9 માસથી પોતાની 14 વર્ષની સગીર દીકરીને હવસનો શિકાર બનાવતો હતો. સગીર દીકરી સમયસર માસિક ધર્મમાં ન આવતા મુંઝવણમાં રહેતી હતી. જેથી માતાએ તેની પૂછપરછ કરતા સગીરાએ પિતા તેની સાથે દુષ્કર્મ કરતા હોવાનું હતું. સગીર દીકરીની વાત સાંભળી માતા પણ ચોંકી ઉઠી હતી. તેઓએ પતિને ઠપકો આપતા પતિએ આ બાબતે કોઇનો જાણ કરીશ તો તને, તારી છોકરી અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસે આરોપી પિતાની અટકાયત કરી

છેલ્લા 9 માસથી સગીર દીકરીને હવસનો શિકાર બનાવનાર નરાધમ પિતા સામે ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. ભાદરવા પોલીસે હવસખોર પિતા ફારૂકશા દિવાન ફરાર થઇ જાય તે પૂર્વે તેની અટકાયત કરી હતી અને આ કેસમાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પિતા દીકરીને ધમકીઓ આપીને પોતાની હવસ સંતોષતો હતો

ફરિયાદમાં એવા પણ આક્ષેપ કરાયા છે કે, હવસખોર પિતા પોતાની સગી દીકરીને ધમકીઓ આપીને પોતાની હવસ સંતોષતો હતો. ફરિયાદ ન થાય તે માટે પણ હવસખોરે ધમપછાડા કર્યાં હતા, પરંતુ. સગીરી દીકરીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફારૂકશા દિવાન અને તેની પત્ની સંબંધમાં પિતરાઇ ભાઇ-બહેન થાય છે. આ બનાવની વધુ તપાસ ભાદરવા પોલીસ સ્ટેશનના PSI પી.વી. પરગડુ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular