રાજકોટ : નવા થોરાળામાં સરેઆમ માથાભારે દલિત યુવકની ચાકુના ઘા મારી હત્યા

0
14

રાજકોટમાં ફરી એક વાર ખૂની ખેલ ખેલાતા કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે. માથાભારે યુવકની સરેઆમ ચાકુના ઘા મારી રહેસી નાખતા ચકચાર મચી ગઇ છે. શહેરના નવા થોરાળાનાં કુવાવાળા ચોકમાં હિસ્ટ્રીશીટર ધર્મેશ ચાવડા નામના દલિત યુવાનની જાહેરમાં હત્યા કરી મોતને ઘાટ ઉતારી ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. હત્યાની જાણ થતાં જ થોરાળા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ, શહેરના નવા થોરાળા વિસ્તારમાં આવેલ કુવાવાળા ચોકમાં દારૂના ધંધાને લઈને ચાલતી માથાકૂટમાં ખૂની ખેલ ખેલાયો છે. આ ઘટનામાં નામચિન હિસ્ટ્રીશીટર ધર્મેશ ચાવડાની પાંચ શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ મામલે મૃતકની પત્નીએ પાંચ લોકો સામે હત્યાનો ગુનો નોંધી. પોલીસે પણ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, મૃતક હિસ્ટ્રીશીટર ધર્મેશ ચાવડાની પત્નીએ જ્યોત્સના બેન ચાવડાએ રતા પરમાર, તેનો ભત્રીજો મૌલિક પરમાર, ભીખા ચાવડા, રસિક ચાવડા અને નરેશ દવેરા સામે હત્યનો આરોપ લગાવ્યો છે. આ પાંચેય આરોપીઓએ ભેગા મળીને તેના પતિએ મોતને ઘાટ ઉતાર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.

મૃતકની પત્નીએ જણાવ્યું હતું કે, રસિક ચાવડા અને ભીખા ચાવડા દારૂનો ધંધો કરતા હતા. અવાર નવાર મારા પતિ દારૂનો ધંધો બંધ કરવાનું કહેતા હતા. આ અદાવત રાખી તમારા પતિ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પાંચેય આરોપીઓએ લોખંડની પાઇપ તેમજ ચાકુના ઘા મારી હત્યા કરી છે.

જોકે મૃતકની પત્નીના કહેવા મુજબ, મૃતક ધર્મેશ ચાવડાની હત્યા રતા પરમાર, મૌલિક પરમાર, ભીખા ચાવડા, રસિક ચાવડા અને નરેશ દવેરાએ કરી છે. જેમાં મૃતક ધર્મેશ અને આરોપી રતા પરમાર વચ્ચે અગાઉ પણ દારૂના ધંધાને લઈને માથાકૂટ થઈ હતી. આ જ અદાવતને લઇ આરોપીઓએ છરી અને લોખંડના પાઇપ વડે હત્યા કરી નાખી હોવાનો આરોપ લગાવ્યો છે.

બીજી તરફ મૃતક ધર્મેશ ચાવડા વિરુદ્ધ અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઇ ચૂક્યા છે. ત્યારે હવે આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here