દહેગામ : નાયણાવટ ગામે એક ભાઈ ને થયા માં દશામાં પ્રગટ : મોટી સંખ્યામાં લોકોની ભીડ.

0
183

 

દહેગામ તાલુકાના નાયણાવટ ગામે દશામાં પ્રગટ થતા મોટી સંખ્યામાં ભક્તોની ભીડ.
રવિવાર અને મંગળવાર ના દિવસે ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નારણાવટ ગામે રહેતા એક ભાઈ ખેતી કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા. તે નાનપણથી દશામાંની સેવા કરતા હોવાથી અચાનક દશા મતા એ તેમને પરચો આપતા. તેમના ઘરે મંદિર બનાવીને હાલમાં આ મંદિરમાં રવિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભારે ભીડ જામે છે. ત્યારે દુખિયાના બેલી એવા દશામાંના આરે મોટી સંખ્યામાં લોકો પોતાની સમસ્યા લઈને આવે છે ત્યારે તેમના શકલ મનોરથ પુરા થાય છે અને દૂર- દૂરથી આ દશામાંના મંદિર ભક્તોની ભીડ જામે છે. રવિવારના રોજ મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષો અને બાળકો જોવા મળ્યા હતા અને કેટલાક મહિલાઓની રૂબરૂ મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે આ માતાજી અમારા તમામ કામો કર્યા હોવાની માહિતી આપી રહ્યા હતા. આમ દહેગામ તાલુકાના નારણાવટ ગામે એક ભાઈને દશામાં પ્રગટ થતા આ ગામમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સવાર થી સાંજ સુધી ભક્તોની લાઈન લાગે છે એવી માહિતી રૂબરૂ મુલાકાત લેતો જાણવા મળ્યું હતું.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here