નોઈડામાં ગઠિયો સેમસંગના સ્માર્ટફોનને વનપ્લસનો સમજી દોડતો થયો

0
2

વન પ્લસ 9 પ્રો 5Gની ડિમાન્ડ કસ્ટમર્સ સાથે ગઠિયાઓની ગેન્ગમાં પણ છે. આ વાતનો પુરાવો આપતો વિચિત્ર કિસ્સો નોઈડામાં સામે આવ્યો છે. Debayan Roy નામના યુઝરે તેનો કિસ્સો સંભળાવતા આ સિલેક્ટેડ ચોર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

ફોનના અસલી મોડેલની જાણ થતાં પરત કર્યો

રોયે સોશિલ મીડિયા પર પોસ્ટ કરી આખી ઘટના જણાવી છે. રોય તેના ગેલેક્સી s10+ મોબાઈલ પરથી અન્ય યુઝર્સને મેસેજ કરી રહ્યો હતો તેવામાં કોઈએ તેનો ફોન ઝડપી લીધો. નવાઈની વાત તો એ છે કે જે ગઠિયો ફોન છીનવીને લઈ ગયો હતો તેણે ‘ભાઈ મને લાગ્યું કે વન પ્લસ 9 પ્રો મોડેલ હશે’ આવુ કહીને પરત આપી જતો રહ્યો.

ચોરની સિલેક્ટિવિટીને લીધે રોયના ટ્વીટ પર ફની કમેન્ટ્સને વણજાર થઈ છે. કોઈ કમેન્ટ લખીને કહે છે કે આ કોઈ યુટ્યુબનો ટેક રિવ્યુર હશે જેને રિવ્યુ માટે હજુ સુધી ફોન મળ્યો નહિ હોય. એક યુઝરે લખ્યું કે આ તો સંસ્કારી ચોર છે.

આ ઘટના જણાવે છે કે હવે ચોર પણ સિલેક્ટિવ બન્યા છે. ચોરને પણ લેટેસ્ટ ફ્લેગશિપ મોડેલ ચોરી કરવા જ ગમે છે. ગેલેક્સી S10+ 2019માં લોન્ચ થયો હતો. તેનાં 8GB+512GB વેરિઅન્ટની કિંમત 91,900 રૂપિયા છે. તો લેટેસ્ટ 5G ફોન વન પ્લસ 9 પ્રોનાં 8GB+ 128GB વેરિઅન્ટની કિંમત 64,999 રૂપિયા છે. ચોરે સસ્તાં ફોનની આશ રાખી મસ મોટો મોંઘો ફોન પરત આપી દેતાં કેટલાક યુઝર્સ ચોરનો મજાક પણ ઉડાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here